પોક્સોનો હેતુ સગીરોને સુરક્ષા આપવાનો નહી કે સંબંધોનું અપરાધીકરણનો : હાઈકોર્ટ

સગીરો સામેના જાતીય અપરાધમાં ઉગામાતા પોકસો કાનૂન અંગે મહત્વની એક ટિપ્પણી કરતા દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આ કાનૂનનો હેતુ સગીરોની સુરક્ષા માટે છે નહી કે કોઈપણ સંબંધની ગુનાખોરી એંગલથી સજા માટે છે.

હાઈકોર્ટે જણાવ્યું કે, કોઈ સગીર તેના યુવા સાથીદાર સાથે સંમતીથી જો સંબંધ બનાવતા હોય તો તેના માટે આ કાનૂનનો ઉપયોગ કરી શકાય નહી. 23 વર્ષના એક યુવકને જામીન પર છોડતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે, તેને જેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા તે છોકરી સગીર હતી અને હવે તે ગર્ભવતી છે અને આ સંબંધ સમયે તે 17 વર્ષ અને છ માસની હતી અને તે આ ઉંમરે આ પ્રકારના સંબંધોના પરિણામ જાણી શકે તે માટે પુરતી પુખ્ત ગણાય ઉપરાંત આ એક રોમાન્ટીક રીલેશનશીપ હતી અને તેમાં સંમતીથી સંબંધો બંધાયા હતા.

બંનેએ પોતાની ઈચ્છાથી આ સંબંધો બાંધ્યા હતા. તે સમયે પોકસો કાનૂનનો ઉપયોગ કરીને રીલેશનશીપને ગુન્હાખોરીના એંગલથી જોડી શકાય નહી. હાઈકોર્ટે એ પણ નોંધ્યું કે, યુવા છોકરાને ખુંખાર કેદીઓની વચ્ચે મુકી દેવાથી તે વધુ હાર્ડકોર ક્રીમીનલ પણ બની જવાની શકયતા છે અને તે 2021થી જેલમાં છે અને હવે તેને વધુ સમય જેલમાં રાખવાથી કોઈ હેતુ સરશે નહી.

આ બંને પ્રેમીઓ બાજુબાજુમાં રહેતા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધો અને અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા જેમાં બાદમાં સગીર છોકરી ગર્ભવતી થતા તેમાં ફરિયાદ પરથી પોલીસે પોકસોનો કાનૂન ઉગામીને યુવકને જેલમાં નાંખી દીધો હતો.