પીઓકે વગર કાશ્મીરનો વિકાસ અધુરો: રક્ષામંત્રી રક્ષામંત્રી રાજનાથસિંહ સામે ’પીઓકે અપાવો’ના નારા લાગ્યા,’થોડી ધીરજ રાખો’ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ પાકિસ્તાન સરકાર અને સેના વિરુદ્ધ અવાજ ઉઠતો રહે છે.

શિમલા,
રક્ષા મંત્રી રાજનાથ સિંહ પીઓકે અંગે પાકિસ્તાનને ઘણી વખત ચેતવણી આપી ચૂક્યા છે. શૌર્ય દિવસના અવસર પર તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી વિકાસ ગિલગિટ-બાલ્ટિસ્તાન નહીં પહોંચે ત્યાં સુધી કાશ્મીરનો વિકાસ અધૂરો રહેશે.તેણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન પીઓકેના લોકો પર અત્યાચાર કરી રહ્યું છે. હવે જ્યારે રાજનાથ સિંહ હિમાચલ પ્રદેશમાં રેલી કરવા પહોંચ્યા ત્યારે જ જનસભામાં પહોંચેલા લોકોએ જ પીઓકે અંગે પૂછવાનું શરૂ કર્યું. આ સાંભળીને રક્ષા મંત્રીએ કહ્યું, ધીરજ રાખો.

રાજનાથ સિંહની રેલીમાં લોકો ’ભારત માતા કી જય’ના નારા લગાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, અમે એવા બહાદુર સૈનિકો જોયા છે જે જરૂર પડ્યે સરહદ પર જવા માટે પણ તૈયાર હોય છે. આમાં ભીડમાંથી અવાજ આવ્યો, ’પીઓકે અપાવો’ આના પર રાજનાથ સિંહ પણ હસવાનું રોકી શક્યા નહીં. તેમણે ધીરજ રાખવાની અપીલ કરી હતી.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ પાકિસ્તાન સરકાર અને સેના વિરુદ્ધ અવાજ ઉઠતો રહે છે. તે જ સમયે, સીપીઇસિસ પ્રોજેક્ટ જેને લઈને ચીન ખૂબ ઉત્સુક લાગે છે, તેનો પણ પીઓકેમાં વિરોધ થઈ રહ્યો છે. ભારત પણ આ પ્રોજેક્ટનો વિરોધ કરે છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ પ્રોજેક્ટને લઈને એસસીઓની બેઠકમાં ચીન અને પાકિસ્તાનને ઠપકો આપ્યો છે. તેમણે કહ્યું કે ચીનના કનેક્ટિવિટી પ્રોજેક્ટથી કોઈની સંપ્રભુતા અને અખંડિતતાને નુક્સાન ન પહોંચવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર આપણા દેશનો એક ભાગ છે, જે જમ્મુ અને કાશ્મીરને અડીને છે અને હાલમાં પાકિસ્તાનના કબજા હેઠળ છે. વિભાજન પછી પાકિસ્તાને અહીં ખોટી રીતે કબજો જમાવ્યો હતો. આ કાવતરું પાકિસ્તાને આદિવાસી વિદ્રોહીઓને પ્યાદા બનાવીને કર્યું હતું. તે બે ભાગોમાં વહેંચાયેલું છે જે ગિલગિટ અને બાલ્ટિસ્તાન તરીકે ઓળખાય છે.

સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને સરકારના આદેશની રાહ જોઈ રહી છે. આ માહિતી ખુદ ચિનાર કોર્પ્સના કમાન્ડર લેટનન્ટ જનરલ એડીએસ ઓજલાએ આપી હતી. તેમણે થોડા દિવસ પૂર્વે કહ્યું કે ભારતીય સેના પીઓકે પર રાજનાથ સિંહના સંકેત બાદ કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. લેટનન્ટ જનરલ એડીએસ ઓજલાએ કહ્યું, ’ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે અને અમે સરકારના આદેશ પર કોઈપણ કાર્યવાહી માટે તૈયાર છીએ.