પીઓકેમાં ઉકળાટ

એ જોવું ઉલ્લેખનીય છે કે જ્યારે ભારતીય કાશ્મીરમાં લોકો મતદાન માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં અશાંતિ અને ઉપદ્રવને કારણે હાલત બેકાબૂ થઈ રહી છે. આ સ્થિતિ દેશના લોકોએ જોવી જોઇએ, સાથે જ દુનિયાએ પણ જોવી જોઇએ અને તેની નોંધ લેવી જોઇએ. ભારતે પાકિસ્તાનના કબ્જાવાળા જમ્મુ-કાશ્મીરની બગડતી હાલત અને ત્યાં થઇ રહેલ લોકોના દમન પ્રત્યે વિશ્ર્વનું યાન આકષત કરવું જોઇએ. ત્યાંની સ્થિતિઓને વિશ્ર્વ મંચો પર ઉઠાવવામાં એટલા માટે સંકોચ ન કરવો જોઇએ, કારણ કે પાકિસ્તાનના ગેરકાયદે કબ્જાવાળું જમ્મુ-કાશ્મીર ભારતનો જ ભૂભાગ છે અને સંસદમાં એ આશયથી એક સંકલ્પ પણ પસાર કરી દેવાયો છે કે આ હિસ્સાને હાંસલ કરવામાં જ આવશે. આ દૃષ્ટિએ ભારતનો એ નૈતિક અને બંધારણીય અધિકાર છે કે તે પોતાના આ ભૂભાગમાં લોકોના દમન અને ઉત્પીડન વિરુદ્ઘ અવાજ ઉઠાવે. એવું એટલા માટે પણ કરવું જોઇએ, કારણ કે એક તો ત્યાંના લોકો ભારતની મદદની અરજ કરી રહ્યા છે અને બીજું, પાકિસ્તાને એવો માહોલ બનાવ્યો છે કે તેને ભારતીય કાશ્મીર મામલે બોલવાનો અધિકાર છે. તે જ્યારે-ત્યારે ભારતીય કાશ્મીરને લઈને વિશ્ર્વ મંચો પર બોલતું પણ રહે છે. આ જ યોગ્ય સમય છે કે પાકિસ્તાનને આઇનો દેખાડવામાં આવે. એના પર ચોતરફી દબાણ ઊભું કરવાનો આ ખરો સમય છે, કારણ કે તે ભારતીય કાશ્મીરમાં દખલ કરવાની પોતાની ટેવ છોડતું નથી.

ભારતે પેલી પારના કાશ્મીરના લોકોને એ સંદેશ સતત આપવો જોઇએ કે તેમનું હિત ભારત સાથે જોડાવામાં છે. ત્યાં માનવાધિકારોનું જેવું નિર્મમતાથી દમન કરવામાં આવી રહ્યું છે, તેને એટલા માટે ઉજાગર કરવું જોઇએ કે જેથી દુનિયાને ખબર પડે કે પાકિસ્તાન પોતાના ગેરકાયદે કબ્જાવાળા જે વિસ્તારને આઝાદ કાશ્મીર કહે છે, ત્યાંના લોકો ગુલામો જેવું જીવન જીવી રહ્યા છે. પાકિસ્તાનના કબ્જાવાળા જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિઓ કેટલી ખરાબ છે, તેની ખબર એ પરથી પડે છે કે ત્યાં જ્યારે પોલીસથી હાલત સુધરી ન શકી અને તેને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો તો ત્યાં સેના ઉતારવી પડી. એનાથી પણ વાત બનતી દેખાતી નથી, કારણ કે લોકો મોંઘવારીની સાથે સાથે અત્યાચારોથી પણ કંટાળી ગયા છે અને એ જાણી ગયા છે કે કાશ્મીરીઓના હિતેચ્છુ બનવાની આડમાં પાકિસ્તાન કઈ રીતે તેમનું શોષણ કરી રહ્યું છે. ત્યાંના લોકો એ પણ જોઈ રહ્યા છે કે કલમ ૩૭૦ હટાવ્યા બાદ ભારતીય કાશ્મીરમાં કઈ રીતે હાલત ઝડપતી સુધરી રહી છે અને તે પાકિસ્તાનના શાસન અંતર્ગત કેવી રીતે બીજા દરજ્જાના નાગરિક બની ગયા છે. તેમની માત્ર દરેક સ્તરે ઉપેક્ષા જ નથી થઈ રહી, બલ્કે તેમના સંસાધનોનું દોહન કર્યા બાદ પણ તેમનેવ કિાસથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.