પાકિસ્તાનમાં એક લિટર દુધનો ભાવ ૨૧૦ રૂપિયા જેટલો થઇ ગયો છે

ઇસ્લામાબાદ,દુધ એ રોજબરોજના જીવનમાં ઉપયોગી વસ્તુ અને છે દુધ વગર દિવસ પૂરો થાય એવું કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આખી દુનિયામાં દુધનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે અને દિવસે દિવસે દુધની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આપણે ત્યાં તેને જે કવોલિટીનું દુધ ખરીદો એ પ્રમાણે કિંમત વસુલ કરવામાં આવે છે. જો તમને કોઈ પૂછે કે તમારે ત્યાં એક લિટર દુધ કેટલા રૂપિયામાં આવે છે તો તમારો જવાબ હશે કે ભાઈ ૬૦થી ૬૫ રૂપિયા લિટરના ભાવનું દુધ રોજ ઘરે આવે છે.

કોઈ વધુ સારી કવાલિટીવાળું દુધ મંગાવતા હશે તો તેની કિંમત વધુમાં વધુ ૮૦થી ૧૦૦ રૂપિયાની વચ્?ચે જ હશે, એનાથી વધારે તો નહીં જ બરાબર ને??? પણ શું તમને ખબર છે કે આપણા પડોશી દેશ પાકિસ્?તાનમાં એક લિટર દુધનો શું ભાવ છે તો તમારો જવાબ શું હશે? પાકિસ્તાનમાં દુધ ભારત કરતાં સસ્તું છે કે મોંઘુ ?

પાકિસ્તાનની વાત આવે તો તમારી જાણ માટે કે પાકિસ્તાનમાં દિવસે દિવસે મોંઘવારીમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ જ કારણે સ્વાભાવિક છે કે ત્યાં દુધનો ભાવ પણ એ જ પ્રમાણે હશે. પાકિસ્તાનમાં રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ વસ્તુઓમાં ભાવ ખૂબ જ વધારે છે અને આ જ મોંઘવારીને કારણે ત્યાંના લોકો ખૂબ જ હેરાન પરેશાન છે.

વાત કરીએ પાકિસ્તાનમાં દુધના ભાવની તો તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનમાં એક લિટર દુધનો ભાવ ૨૧૦ રૂપિયા જેટલો છે. થોડાક સમય પહેલાં સુધી અહી દુધ ૧૯૦ રૂપિયા લિટરના ભાવે વેચાઈ રહ્યું હતું. જેને કારણે દુધમાંથી બનાવવામાં આવતી વસ્તુઓના ભાવ તો એનાથી પણ વધારે હોય છે. દુધ જેવી જીવનજરૂરિયાતની ચીજવસ્તુની આટલી મોંઘી કિંમતને કારણે ત્યાંના મયમવર્ગના લોકો ખુબ જ દુ:ખી અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.