પૂજા ખેડકરને રાહત, દિલ્હી હાઈકોર્ટે ધરપકડ ના કરવાનો આદેશ આપ્યો

દિલ્હી હાઈકોર્ટે પૂજા ખેડકરને મોટી રાહત આપી છે. દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને ૨૧ ઓગસ્ટ સુધી પૂજા ખેડકરની ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હી પોલીસે પૂજા વિરુદ્ધ સિવિલ સવસ પરીક્ષા પાસ કરવા માટે છેતરપિંડી કરવાના આરોપમાં કેસ નોંયો છે.

દિલ્હી હાઈકોર્ટે પૂજા ખેડકરની અરજી પર દિલ્હી પોલીસ અને યુપીએસસીને નોટિસ ફટકારી છે. કોર્ટે કહ્યું કે પૂજા ખેડકરની તાત્કાલિક ધરપકડની જરૂર નથી. દિલ્હી હાઈકોર્ટમાં આ કેસની આગામી સુનાવણી ૨૧ ઓગસ્ટે થશે. હાઈકોર્ટે પૂછ્યું કે તમને તેની કસ્ટડીની શું જરૂર છે ? જો કોઈ ત્રીજી વ્યક્તિએ તેને આમાં મદદ કરી હોય તો તેની પાછળનું ષડયંત્ર શોધી કાઢવું જોઈએ પરંતુ જો તેણે જાતે જ આ કર્યું હોય તો તેની ધરપકડની શું જરૂર છે? સાથે જ દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જો તે સિસ્ટમમાં નથી તો તે સિસ્ટમ સાથે ચેડા કરી શકે નહીં. આના પર યુપીએસસીએ કહ્યું કે તે હજુ સુધી સિસ્ટમનો ભાગ નથી પરંતુ સિસ્ટમમાં રહીને પણ તેને ઘણી રીતે પ્રભાવિત કરી શકે છે. યુપીએસસીએ કહ્યું કે તે માસ્ટરમાઇન્ડ છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ પ્રસાદે યુપીએસસી તરફથી હાજર રહેલા વકીલ નરેશ કૌશિકને કહ્યું કે, અત્યારે એવું નથી લાગતું કે તેને તાત્કાલિક કસ્ટડીમાં લેવાની જરૂર છે. કોર્ટે કહ્યું કે હાલના કેસના તથ્યોને યાનમાં લેતા કોર્ટનું માનવું છે કે આગામી સુનાવણીની તારીખ (૨૧ ઓગસ્ટ) સુધી પૂજા ખેડકરની ધરપકડ કરવાની જરૂર નથી.