પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા : સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ.

સુરતનાં 8 પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા છે. પોઈચામાં નર્મદા નદીમાં ન્હાવા પટેલ એક પછી એક 8 લોકો ડૂબ્યા છે. જેમાંત 3 બાળકો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરતનાં 8 પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા હતા. મૂળ અમરેલીનાં અને હાલ સુરત ખાતે રહેતા પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા. પોઈચામાં નર્મદા નદીમાં ન્હાવા પડતા એક પછી એક 8 લોકો ડૂબ્યા હતા. 3 બાળકો સાથે 8 લોકો નદીમાં ડૂબ્યા હતા. સ્થાનિક યુવકોએ એક યુવકને ડૂબતા બચાવ્યો હતો. 7 લોકોની શોધખોળ ચાલુ છે. રાજપીપળા નગર પાલિકાનાં ફાયર ફાઈટરે શોધખોળ હાથ ધરી છે.

સુરત પોઈચા ખાતે નર્મદા નદીમાં સુરતનાં 8 લોકો ડૂબ્યા હતા. એક જ સોસાયટીનાં 8 લોકો ડૂબ્યા હતા. આઠમાંથી આકો બલદાણીયા પરિવાર પાણીમાં ડૂબ્યો હતો. તમામ સગા સબંધીઓ હતા. સુરતનાં સણીયા હેમાદ ખાતે આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીનાં રહેવાસી છે. નર્મદામાં બનેલી ઘટનાથી પરિવાર અજાણ છે.

નર્મદા નદીમાં ગરકાવ થયેલા હતભાગી

  1. ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા (45 વર્ષ)
  2. આરનવ ભરતભાઈ બલદાણિયા (12 વર્ષ)
  3. મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા (15 વર્ષ)
  4. વ્રજભાઈ હિંતમભાઈ બલદાણિયા (11 વર્ષ)
  5. આર્યન રાજુભાઈ ઝીંઝાળા (7 વર્ષ)
  6. ભાર્ગવ અશોકભાઈ હદિયા (15 વર્ષ)
  7. ભાવેશ વલ્લભભાઈ હદિયા (15 વર્ષ)
  8. તમામ રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી, સણિયા હેમાદ સુરત.

નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત શુંબેએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પોઇચા ગામમાં આજે બપોરે સુરતથી 17 લોકો આવ્યા હતા, જેમાંથી 8 લોકો નદીમાં નાહવા ગયા હતા. એમાંથી એકનો બચાવ થયો છે, જ્યારે 7 લોકો હજુ લાપતા છે. તેમને શોધવા માટે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને NDRFની ટીમને પણ બોલાવવામાં આવી છે. ફાયર ફાઈટરો અને સ્થાનિક તરવૈયાઓની મદદની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરાની NDRF ટીમને બોલાવવામાં આવી છે. જે લોકો પાસે બોટ ચલાવવા માટેના લાઇસન્સ હોય તેઓ જ બોટ ચલાવી શકે છે, પરંતું અહીં કોઈ પાસે લાઇસન્સ ન હોવાથી અહીં બોટ સુવિધા બંધ રાખવામાં આવી છે.