પંચમહાલ ધોધંંબા અને હાલોલ તાલુકા માંથી ગેરકાયદેસર રેતી વહન કરતા ત્રણ વાહનો ઝડપી પાડતું ખાણ-ખનિજ વિભાગ

ધોધંબા,પંચમહાલ જીલ્લા ખાણ-ખનિજ વિભાગને બાતમી મળી હતી કે, ધોધંબાના સીમલીયા અને હાલોલ તાલુકા માંથી એક ટ્રેકટર અને બે ટ્રકમાં ગેરકાયદેસર રીતે રેતીનો જથ્થો ભરીને પસાર થવાની છે. તેવી ચોકકસ બાતમીના આધારે ખાણ-ખનિજ વિભાગે ચેકીંગ કરી બે ટ્રક અને ટ્રેકટર મળી દોડ કરોડનો મુદ્દામાલ કબ્જે લઈ સીઝ કરવામાં આવ્યો છે.

પંચમહાલ જીલ્લા ખાણ-ખનિજ વિભાગને બાતમી મળી હતી કે, ધોધંબાના સીમલીયા અને હાલોલ તાલુકા માંથી ગેરકાયદેસર રેતી ભરેલ બે ટ્રક અને એક ટ્રેકટરમાં રેતી ભરીને પસાર થનાર છે. તેવી ચોકકસ માહિતીના આધારે ખાણ-ખનિજ વિભાગે પેટ્રોલીંંગ દરમિયાન એક ટ્રેકટર અને બે ટ્રક સાથે 1.50 કરોડ (દોઢ કરોડ)ના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ ટ્રક અને ટે્રકટર હાલોલ અને ગોધરા ખાતે સીઝ કરી દંંડનીય કાર્યવાહી હાથ ધરવામાંં આવી છે.