પંચમહાલ નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રમાં પોલીસે વિદ્યાર્થીઓના નિવેદન નોંધવાના પ્રકરણમાં વડોદરાની વિદ્યાર્થીનીના નિવેદનમાં ચોંકાવનારો ખુલાસો

  • વિદ્યાર્થીની દ્વારા આપેલ નિવેદનમાં પરશુરામ રોયને વિદેશ જવા માટે 50 લાખ આપ્યા હતા.
  • વિદ્યાર્થીનીને વિદેશ નહિ મોકલી નીટ પરીક્ષા આપી ભારતમાં મેડીકલમાંં પ્રવેશની ખાત્રી આપી.

ગોધરા, પંચમહાલ ગોધરા નીટ પરીક્ષામાં ચોરી કરવાના ષડયંત્રમાં પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને હાલ આરોપીઓ જયુડીશીયલ કસ્ટડીમાં છે. પોલીસે આરોપીઓના નિવેદનો મેળવ્યા છે. હવે જ્યારે નીટ પરીક્ષામાં ચોરી કરવાની યાદીમાં નોંધાયેલ વિદ્યાર્થીઓના નિવેદન પ્રક્રિયા હાથ ધરી છે. તેમાં એક વડોદરાના વિદ્યાર્થીએ નિવેદનમાંં ચોંકાવનારી વિગતો આવી છે. 2023માં પરશુરામ રોયને વિદેશ અભ્યાસ અર્થે જવા માટે 50 લાખ આપ્યા હતા તે પરત માંગતા નીટ પરીક્ષા આપી ભારતમાં જ મેડીકલમાં પ્રવેશની ખાત્રી આપી હતી.

પંચમહાલ ગોધરામાંં આવેલ જય જલારામ સ્કુલમાં યોજાનાર નીટ પરીક્ષામાં ચોરી કરવાના ષડયંત્રમાં ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ બાદ નીટ ચોરી કરવાના પ્રકરણમાંં પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને નીટ ચોરી ષડયંત્ર માટે નીમાયેલ એસઆઈટી દ્વારા આરોપીઓના નિવેદન નોંધાવામાં આવ્યા હતા અને આરોપીઓને કોર્ટમાં રજુ કરતાં કોર્ટ દ્વારા આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રમાં જે વિદ્યાર્થીઓની યાદી આરોપીઓ પાસેથી મળી હતી. તેવા વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. જેમાં ગુજરાત રાજ્યના 6 વિદ્યાર્થીઓ દ્વારા નિવેદન નોંધાવામાં આવ્યા છે. આ નિવેદન નોંધાવનાર વિદ્યાર્થીઓ પૈકી વડોદરાની વિદ્યાર્થીની એ નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીની નીટ પરીક્ષામાં નાપાસ થઈ છે. આ વિદ્યાર્થીની દ્વારા પોલીસના નિવેદનમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. વડોદરાની વિદ્યાર્થીનીએ વડોદરા રોય ક્ધસલ્ટન્સીના માલિક પરશુરામ રોયને વર્ષ-2023માં વિદેશમાં અભ્યાસ અર્થે જવા માટે 50 લાખ રૂપીયા આપ્યા હતા. તેમાં પરશુરામ રોય દ્વારા વિદ્યાર્થીનીને વિદેશ નહિ મોકલી આપી ફરીથી નીટ પરીક્ષા આપીને ભારતમાં જ મેડીકલમાંં પ્રવેશ અપાવવાની ખાત્રી આપી હતી.

ગુજરાતના 6 વિદ્યાર્થીના નિવેદન બાદ બહારના રાજ્યના 10 વિદ્યાર્થીના નિવેદન માટે પોલીસે ટીમો બનાવી નિવેદન નોંધાશે…

નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રમાં ગુજરાતના 6 વિદ્યાર્થીઓના નિવેદન પોલીસ દ્વારા નોંધાવામાં આવ્યા છે. પોલીસને હાથ લાગેલા 16 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓ ગુજરાત રાજય બહારના છે. ત્યારે પંચમહાલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અન્ય રાજ્યમાંં મોકલી રાજ્ય બહારના વિદ્યાર્થીઓના લોકેશન મેળવી નિવેદન લેવામાં આવશે.

ગોધરા નીટ પરીક્ષામાં ચોરી માટે આરોપીઓને રૂપીયા આપ્યા હતા. તેવો ખુલાસો થઈ રહ્યો છે. ત્યારે નીટ પરીક્ષામાં ચોરી કરીને પાસ થવા માટે આરોપીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારે આરોપીઓ પાસેથી મળેલ યાદીમાંં જે વિદ્યાર્થીઓ દ્વારા નીટ પરીક્ષામાં ચોરી માટેની આશા રાખી હોય તેવા વિદ્યાર્થીઓ સામે પણ કાર્યવાહી કરીને આવા વિદ્યાર્થીઓ ઉપર અમુક વર્ષ માટે બેન મુકવામાં આવે તેમજ આરોપીઓને નાણાં આપનાર વિદ્યાર્થીઓના વાલીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે.