પંચમહાલ લોકસભા બેઠક ઉપર 8 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે.

ગોધરા, લોકસભા બેઠક ઉપર આજરોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે માન્ય થયેલ 10 ઉમેદવારો પૈકી 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા લોકસભા ચુંટણીમાં પંચમહાલ બેઠક ઉપર 8 ઉમેદવારો ચુંટણી જંગમાં ઝંપલાવશે.

પંચમહાલ લોકસભા બેઠક માટે 18 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. તે પૈકી 8 ઉમેદવારી ફોર્મ અમાન્ય થતાં 10 ઉમેદવારો મેદાનમાં હતા. આજરોજ 22 એપ્રિલ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય ત્યારે 10 ઉમેદવારો પૈકી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે તેમજ અપક્ષ ઉમેદવારે પોતાનુંં ઉમેદવારી પરત ખેંચી હતી. જેને લઈ હવે પંચમહાલ લોકસભા બેઠક ઉપર 8 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે. મતદાન વચ્ચે ટુંકા દિવસો બાકી રહ્યા હોય ત્યારે મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારો પોતાના પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. પંચમહાલ લોકસભા બેઠક ઉપરથી બીએસપીના ઉમેદવારને ભાજપ દ્વારા મનાવી લેવામાં આવતાં પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. ત્યારે જયારે પંચમહાલ લોકસભા બેઠક ઉપર 8 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે જોવું રહયું કે, અપક્ષ ઉમેદવાર અને ક્ષેત્રીય પાર્ટીના ઉમેદવારો કોની બાજી બગાડશે ?

પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવારો…

  1. ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ – ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ,
  2. રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ – ભારતીય જનતા પાર્ટી,
  3. જીતેશકુમાર ધનશ્યામભાઇ સેવક – ધનવાન ભારત પાર્ટી,
  4. લક્ષ્મણસિંહ ગલાભાઇ બારીયા – આમ જનમત પાર્ટી,
  5. તસ્લીમ મોહંમદ રફીક દુર્વેશ – અપક્ષ,
  6. પાંડોર કૌશિકકુમાર શંકરભાઈ – અપક્ષ,
  7. મનોજસિંહ રણજીતસિંહ રાઠોડ – અપક્ષ,
  8. રાઠોડ હસમુખકુમાર રણજીતસિંહ – અપક્ષ