PMSG મફત વિજળી યોજનામાં અદાણી સોલર ટોચનું સપ્લાયરભારતની સૌરઉર્જા લક્ષ્યપૂર્તિમાં મહત્વપૂર્ણ યોગદાન


દેશની સૌરઉર્જા વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં અદાણી જૂથ મોખરે રહ્યું છે. પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના (PMSG: MBY) હેઠળ અદાણી સોલાર ટોચના સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. અદાણી સોલાર દેશભરમાં સૌર રૂફટોપ માટે જરૂરી સૌર મોડ્યુલના 54 ટકા પૂરા પાડે છે. FY25 માં સૌર ઉર્જા ક્ષેત્રે લગભગ 21 GW નો ઉછાળો નોંધાયો છે. ભારતે સ્થાપિત સૌર ક્ષમતાના 100 GW ને વટાવી દીધો છે.

ફેબ્રુઆરી 2024 માં અદાણી સોલારે 35 વિશિષ્ટ ચેનલ ભાગીદારોના રિટેલ નેટવર્ક દ્વારા 1.78 GW (ગીગાવોટ) સ્થાનિક ઉત્પાદિત (DCR) સૌર મોડ્યુલ પૂરા પાડ્યા છે. જેનાથી ભારતમાં તેની સૌથી મોટી રિટેલ ફૂટપ્રિન્ટ ઉભી થઈ છે. નાણાકીય વર્ષ 2025 માં અદાણી સોલાર દ્વારા 5.94 લાખ ઘરોમાં સોલાર રૂફટોપ સ્થાપન થયા છે. 2030 સુધીમાં તે ભારતના 280 GW ની સૌર ઉર્જા લક્ષ્યપૂર્તિ માટે મહત્વપૂર્ણ યોગદાન છે.

અદાણી સોલાર નાણાકીય વર્ષ-26 માં 30 લાખ ઘરોને સૌર ઉર્જા આપવાના લક્ષ્ય સાથે દેશમાં સોલાર રૂફટોપ સ્થાપન માટે જરૂરી કુલ 9 GW DCR સૌર મોડ્યુલમાંથી 50 ટકા સપ્લાય કરવાની અપેક્ષા રાખે છે. કંપની ગુજરાતના મુન્દ્રા ખાતે સ્વદેશી રીતે સોલાર મોડ્યુલ, સેલ, ઇંગોટ્સ અને વેફર્સ તેમજ સોલાર ગ્લાસ, ઇવીએ બેકશીટ વગેરે જેવા સોલાર આનુષંગિક પદાર્થોનું ઉત્પાદન કરે છે.

PMSG: MBY યોજના સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરનારા પરિવારોને સબસિડી આપે છે. જેમાં 1 kW માટે ₹30,000, 2 kW માટે ₹60,000 અને 3 kW સોલાર ઇન્સ્ટોલેશન માટે ₹78,000 સુધીની છે. માર્ચ 2027 સુધીમાં 10 મિલિયન ઘરો લાવવાના લક્ષ્ય સાથે આ યોજનામાં અત્યાર સુધીમાં સૌથી વધુ યોગદાન અદાણી સોલાર 1.78 GW, ત્યારબાદ વારી એનર્જી 0.59 GW, પ્રીમિયર 0.50 GW, વિક્રમ સોલાર 0.33 GW અને અન્ય 0.10 GW નું રહ્યું છે.

ઉર્જા મંત્રાલય અનુસાર, PMSG: MBY એ 10 માર્ચ, 2025 સુધીમાં 10 લાખ ઘરોને સૌર ઉર્જાથી સંચાલિત કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેની શરૂઆતના એક વર્ષમાં આ યોજનાથી 6.98 લાખ લાભાર્થીઓને કેન્દ્રીય નાણાકીય સહાય તરીકે ₹5,437.20 કરોડનું વિતરણ કરી ચૂકી છે.

PMSG: MBY લેનારા રાજ્યોમાં સૌથી મોખરે ગુજરાત અને મહારાષ્ટ્ર છે. જેમાં ગુજરાતમાં ચાર લાખથી વધુ ઘરો અને મહારાષ્ટ્રમાં બે લાખ પરિવારોએ આ યોજના હેઠળ છત પર સોલાર સિસ્ટમ સ્થાપિત કરી છે. ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ અને મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ ધીમે ધીમે વૃદ્ધિ જોવા મળી રહી છે.

PMSG: MBY રહેણાંક ગ્રાહકોના વીજળી બિલમાં ઘટાડો કરે છે. એક અંદાજ મુજબ આ યોજના હેઠળ સોલાર રૂફટોપ પ્લાન્ટ લગાવ્યા બાદ લગભગ 45 ટકા રહેણાંક ગ્રાહકોનું વીજળી બિલ શૂન્ય થઈ ચૂક્યું છે.