નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફરી એક વાર વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ લાભાર્થીઓને તેમના વ્યવસાય, પરિવાર અને કારોબાર વિશએ વાતચીત કરી. આ દરમિયાન તેમને કહ્યું કે આજે દેશના ખુણે ખુણે જ્યાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ગાડીઓ જાય છે, લોકોમાં ઉત્સાહ જોઈને બને છે. લોકો આ યાત્રાથી ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે.
આ અવસરે કેન્દ્રીય મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને સ્થાનીક સ્તરના પ્રતિનિધ પણ હાજર હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ થઈ છે, ત્યારથી અત્યાર સુધી ઉજ્જવલા ગેસ કનેકશન માટે નવી સાડા ચાર લાખ અરજી મળી ચૂકી છે. ત્યારે ૧ કરોડથી વધારે આયુષ્યમાન કાર્ડ પણ વિતરણ કરવામાં આવી ચૂક્યા છે. જ્યારે એક કરોડથી વધારે લોકોના સ્વાસ્થ્યની તપાસ પણ કરવામાં આવી ચૂકી છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ૧૫ નવેમ્બરે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ ઘણી વખત વીડિયો કોન્ફરન્સ દ્વારા લાભાર્થીઓ સાથે વાતચીત કરી છે. જનતા સાથે સીધો સંવાદ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ આ યાત્રાનો ઉદ્દેશ્ય જણાવ્યો છે. વડાપ્રધાન મોદી આ પહેલા ૩ વખત વીડિયો કોન્ફરન્સ દ્વારા ૯, ૧૬ અને ૩૦ નવેમ્બરે વાતચીત કરી ચૂક્યા છે. તે સિવાય વડાપ્રધાન મોદીએ વારાણસી પ્રવાસ દરમિયાન પણ ૧૭ અને ૧૮ ડિસેમ્બરે લાભાર્થીઓ સાથે આમને-સામને ચર્ચા કરી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ્ય દેશના દરેક ખુણે સરકારની મહત્વની કલ્યાણકારી યોજનાઓને દરેક લોકો સુધી પહોંચાડવાની મુહિમ છે. આ યાત્રાની ગાડીઓના માધ્યમથી સરકારનો પ્રયત્ન તે લોકો સુધી પહોંચવાનો છે, જ્યા આ યોજનાઓ અત્યાર સુધી પહોંચી શકી નથી. યાત્રાનું દરેક જગ્યાએ સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને વંચિત લોકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે.