પી.એમ. સૂર્ય ઘર યોજના : મફત વીજળી યોજના પી.એમ. સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતના 20 લાખ ઘરોને મળશે મફત વીજળી

સૂર્ય ઘર યોજના

મધ્ય ગુજરાતમાં એમ.જી.વી.સી.એલ દ્વારા સૂર્ય ઘર યોજના હેઠળ 5 લાખ ઘરોનો સમાવેશ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા.13 ફેબ્રુઆરી 2024ના રોજ ફી ઇલેકટ્રીકસિટી સોલર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી છે. જેમા ભારતના કુલ 1 કરોડ ઘરોમાં રૂ.78,000 કરોડના ખર્ચે મફત વીજળી આપવાનુ આયોજન કેંદ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોને મળશે મફત વીજળી. સાથોસાથ મધ્ય ગુજરાતના 5 લાખ ઘરો પી.એમ સૂર્ય ઘર યોજનામાં આવરી લેવામા આવશે.

રહેણાક મકાનો માટે પી.એમ. સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર દ્વારા સબસીડી નક્કી કરવામાં આવી છે. જેમાં 1 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 30,000ની સબસીડી, 2 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 60,000ની સબસીડી, 3 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 78,000ની સબસીડી, અને 3 કિ.લો વોટ અથવા તેના કરતા વધારે રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 78,000ની સબસીડી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે.

પી.એમ. સૂર્ય ઘર યોજના

પી.એમ. સૂર્ય ઘર યોજના નો લાભ લેવા ઇચ્છ્તા લોકો માટે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.

મફત વીજળી યોજના માં રજીસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ ગૂગલમાં „ https://pmsuryaghar.gov.in ટાઇપ કરી લોગઇન કરવું.

ત્યારબાદ કનઝ્યુમર લોગઇન પર ક્લિક કરવુ અને રજીસ્ટ્રેશન કરવું.

રજીસ્ટ્રેશનમાં ગ્રાહકે પોતાને લગતી માહિતી ભરવાની રહેશે.

જેમાં રાજ્યનું નામ તેના જીલ્લાનું નામ, વીજળી કંપનીનુ નામ દા.ત. એમ.જી.વી.સી.એલ લખી પોતાનો ગ્રાહક નંબર લખી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનુ રહેશે.

ત્યારબાદ ગ્રાહકે પોતાનો મોબાઇલ નંબર અને મોબાઇલ નંબર પર આવેલ ઓટીપી લખવાનો રહેશે.

ત્યારબાદ ગ્રાહકે પોતાનું ઇમેઇલ આઇ.ડી. લખી કેપચા કોડ ભરી સબમીટ બટન પર ક્લિક કરવાનુ રહેશે. ત્યારબાદ એસ.એમ.એસ દ્વારા આપને જાણ કરવામા આવશે.

મફત વીજળી યોજના: ઘરોને મળશે મફત વીજળી

એમજીવીસીએલ હેઠળ જાન્યુઆરી-24 સુધીમાં 703 મેગાવોટની ક્ષમતાવાળા કુલ 1.35 લાખ સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. જે દર વર્ષે 8.787 લાખ ટન કાર્બન-ડાયોકસાઇડ ઉત્સર્જનમાં મદદ કરે છે. જે 351 લાખ વૃક્ષો ઉગાડવા સમાન છે. સોલાર રૂફ ટોપ પ્લાન્ટ પરંપરાગત ઉર્જા સ્ત્રોતનું પણ સંરક્ષણ કરે છે. સોલાર રૂફ ટોપ પ્લાન્ટ એ નવા ઉદ્યમીઓ માટે સ્ટાર્ટઅપની નવી તક છે. સૂર્ય ઘર યોજના માં સોલર રૂફટોપ પ્લાન્ટ લગાડવાથી વીજળીના બીલમાં વર્ષે 30-35 %નો લાભ મળે છે.

સોલર રૂફટોપ પ્લાન્ટ લગાડવાથી નાગરિકોને અનેક લાભ મળશે. મળશે.જેમાં વીજળીના બિલમાં ઘટાડો, પર્યાવરણીય લાભો, ઊર્જા સ્વતંત્રતા. સોલાર પ્લાન્ટની ઓછામાં ઓછી જાળવણી, વીજળીની બચત, તેમજ રોજગારીની નવી તકો ઉભી થશે.

You May Also Be Interested in Other Topics –
1.મહીસાગર જિલ્લાના લાઇવ સમાચાર
2.30 વર્ષિય યુવાનનુ ગળુ દબાવી હત્યા
3.પ્રિ વોકેશનલ