પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ સગર્ભા માતાઓને ખાનગી સ્ત્રી-રોગ નિષ્ણાત દ્વારા સારવાર આપવામાં આવી

જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા દર માસની 09 અને 24 તારીખે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કાર્યકમ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત 09 સપ્ટેમ્બરના રોજ કપડવંજના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણા ખાતે 54 સગર્ભા માતાઓની ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાત ડો.ભાવીન પટેલ દ્વારા તપાસ અને સારવાર કરવામાં આવી હતી.

તમામ સગર્ભા માતાઓની પ્રાથમિક તપાસ, પેટ પરથી તપાસ, લોહી-પેશાબની તપાસ, વજન અને ઉંચાઇ કરવામાં આવેલ. માતાઓને આયર્ન ફોલિક તથા કેલ્શીયમની ટેબ્લેટ વહેંચવામાં આવેલ તથા જરૂરી આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું. જેમ કે આપવામાં આવેલી ગોળી નિયમીત લેવી, લીલા શાકભાજી વધારે ખાવા, સુવાવડ તો દવાખાનામાં જ કરાવવી. બાળકના જન્મ બાદ બાળકને ધાવણ આપવાની સાચી રીત, માતા અને બાળકના સારા સ્વાસ્થય માટે સુવાવડ બાદ તરત જ પીપીઆયુસીડી મુકાવવી.

જીલ્લામાં આ પ્રકારે 09 ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાત તબીબો માનદ સેવા આપી રહયા છે. એપ્રિલ થી ઓગષ્ટ સુધીમાં 3000 થી વધુ સગર્ભા માતાઓની પૂર્વ પ્રસુતિ તપાસ અને સારવાર આપવામાં આવી છે.

“જનની શીશુ સુરક્ષા કાર્યકમ”(JSSK) હેઠળ ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાત તબીબની માનદ સેવા દર માસની 09 અને 24 તારીખે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લેવામાં આવે છે. જેથી માતા અને આવનાર બાળકની તંદુરસ્તીમાં વધારો કરી શકાય.