ઇસ્લામાબાદ, પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, હવે વડાપ્રધાને દેશને તેમાંથી બહાર કાઢવા માટે એક નવું પગલું ભરવાનો નિર્ણય કર્યો છે. આથક અને સુરક્ષા પડકારોનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે દેશની આથક સ્થિતિ બદલવાનું વચન આપ્યું હતું.તેમણે સરકારી મીડિયાને જણાવ્યું કે પંચવર્ષીય યોજના તમામ મંત્રાલયો સાથે શેર કરવામાં આવી છે. રેડિયો પાકિસ્તાનના અહેવાલ અનુસાર શરીફે કેબિનેટની બેઠક દરમિયાન તમામ મંત્રાલયો સાથે પાંચ વર્ષની યોજના શેર કરી હતી, જેમાં તેમના માટે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે.
શરીફે આ મહિનાની શરૂઆતમાં બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મંત્રાલયોએ આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વ્યૂહરચના ઘડવી પડશે અને પ્રગતિની નિયમિત સમીક્ષા કરવામાં આવશે. આપણે આપણા ખર્ચાઓમાં ઘટાડો કરીને દેશને આત્મનિર્ભરતા તરફ લઈ જવાનો છે.
તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ઘણા સમય પહેલા ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લીધો હતો. આજે ભારત એ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. જો દેશ આ રીતે આગળ વધતો રહેશે તો તે ટૂંક સમયમાં વિશ્ર્વની ત્રીજી સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થા બની જશે.
શરીફે કૃષિ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં વૃદ્ધિ વધારવાનું વચન આપ્યું હતું. તેમણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે વાણિજ્ય મંત્રાલય વર્તમાન સરકારના કાર્યકાળ દરમિયાન દેશની નિકાસ બમણી કરવા માટે જરૂરી પગલાં લેશે.
પાકિસ્તાન મોટું દેવું છે. આ દરમિયાન પાકિસ્તાને દેવાના બોજમાંથી બહાર આવવા માટે ભારત તરફ નજર કરવાનું શરૂ કર્યું છે. વાસ્તવમાં, પાકિસ્તાનના વિદેશ પ્રધાન મોહમ્મદ ઇશાક ડારે કહ્યું કે પાકિસ્તાન ભારત સાથેના વેપાર સંબંધોને પુન:સ્થાપિત કરવા માટે ગંભીરતાથી વિચાર કરશે, જે ઓગસ્ટ ૨૦૧૯ થી સ્થગિત હતા.
એક અહેવાલ મુજબ, તેઓ બ્રસેલ્સમાં ન્યુક્લિયર એનર્જી સમિટમાં ભાગ લેવા માટે લંડન પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભારત વિશે આ ટિપ્પણી કરી હતી. ભારત સાથે વેપાર ફરી શરૂ કરવા માટે આથક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન વિશે વાત કરતાં તેમણે કહ્યું કે પાકિસ્તાની વેપારીઓ ભારત સાથે વેપાર ફરી શરૂ કરવા માંગે છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન ભારત સાથે વેપાર સંબંધો પુન:સ્થાપિત કરવા પર વિચાર કરશે.