નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૪નાં રોજ રેવાડી, હરિયાણાની મુલાકાત લેશે. બપોરે લગભગ ૧:૧૫ વાગ્યે તેઓ શહેરી પરિવહન, સ્વાસ્થ્ય, રેલ અને પર્યટન ક્ષેત્ર સાથે સંબંધિત રૂ. ૯૭૫૦ કરોડથી વધુની કિંમતની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી ગુરુગ્રામ મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જેને આશરે રૂ. ૫૪૫૦ કરોડનાં ખર્ચે વિક્સાવવામાં આવશે. કુલ ૨૮.૫ કિલોમીટરની લંબાઈ ધરાવતો આ પ્રોજેક્ટ મિલેનિયમ સિટી સેન્ટરને ઉદ્યોગ વિહારના ફેઝ-૫ સાથે જોડશે અને સાયબર સિટી નજીક મોલસારી એવન્યુ સ્ટેશન પર રેપિડ મેટ્રો રેલ ગુરુગ્રામના હાલના મેટ્રો નેટવર્કમાં ભળી જશે. દ્વારકા એક્સપ્રેસ વે પર પણ તેની સ્પર હશે. આ પ્રોજેક્ટ નાગરિકોને વૈશ્ર્વિક કક્ષાની પર્યાવરણને અનુકૂળ સામૂહિક ઝડપી શહેરી પરિવહન વ્યવસ્થા પ્રદાન કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.
સમગ્ર દેશમાં જાહેર આરોગ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓને મજબૂત કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને અનુરૂપ હરિયાણામાં રેવાડીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)નો શિલાન્યાસ થઈ રહ્યો છે. લગભગ ૧૬૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર એઈમ્સ રેવાડી રેવાડીને રેવાડીના માજરા મુસ્તિલ ભાલખી ગામમાં ૨૦૩ એકર જમીન પર વિકસિત કરવામાં આવશે. તેમાં ૭૨૦ પથારીઓ ધરાવતું હોસ્પિટલ સંકુલ, ૧૦૦ બેઠકો ધરાવતી મેડિકલ કોલેજ, ૬૦ બેઠકો ધરાવતી નસગ કોલેજ, ૩૦ પથારી ધરાવતો આયુષ બ્લોક, ફેકલ્ટી અને સ્ટાફ માટે રહેણાંક, યુજી અને પીજીના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં રહેવાની સગવડ, નાઇટ શેલ્ટર, ગેસ્ટ હાઉસ, ઓડિટોરિયમ વગેરે સુવિધાઓ હશે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય) હેઠળ સ્થપાયેલી એઈમ્સ રેવાડી હરિયાણાના લોકોને વિસ્તૃત, ગુણવત્તાયુક્ત અને સંપૂર્ણ તૃતિયક આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. આ સુવિધાઓમાં ૧૮ વિશેષતાઓમાં દર્દીની સારસંભાળની સેવાઓ અને કાડયોલોજી, ગેસ્ટ્રો-એન્ટરોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, ન્યુરોસર્જરી, મેડિકલ ઓક્ધોલોજી, સજકલ ઓક્ધોલોજી, એન્ડોક્રિનોલોજી, બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી સહિત ૧૭ સુપર સ્પેશિયાલિટીઝ સામેલ છે. ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ, ઇમરજન્સી અને ટ્રોમા યુનિટ, ૧૬ મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ, ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ, બ્લડ બેંક, ફાર્મસી વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. હરિયાણામાં એઈમ્સની સ્થાપના એ હરિયાણાના લોકોને વિસ્તૃત, ગુણવત્તાયુક્ત અને સંપૂર્ણ તૃતિયક સંભાળ આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
પ્રધાનમંત્રી કુરુક્ષેત્રમાં નવનિમત અનુભવ કેન્દ્ર જ્યોતિસરનું ઉદઘાટન કરશે. આ પ્રાયોગિક સંગ્રહાલય લગભગ ૨૪૦ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ ૧૭ એકરમાં ફેલાયેલું છે, જેમાં ૧,૦૦,૦૦૦ ચોરસ ફૂટની ઇન્ડોર સ્પેસનો સમાવેશ થાય છે. તે આબેહૂબ રીતે મહાભારતની મહાકાવ્ય કથા અને ગીતાના ઉપદેશોને જીવંત બનાવશે. આ મ્યુઝિયમમાં અત્યાધુનિક ટેકનોલોજીનો પણ લાભ લેવામાં આવ્યો છે, જેમાં ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર), ૩ડી લેસર અને પ્રોજેક્શન મેપિંગનો સમાવેશ થાય છે, જેથી મુલાકાતીઓના અનુભવને સમૃદ્ધ બનાવી શકાય. જ્યોતિસર, કુરુક્ષેત્ર એ પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતાનું શાશ્ર્વત જ્ઞાન અર્જુનને આપ્યું હતું.
પ્રધાનમંત્રી વિવિધ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કરશે. જે પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે તેમાં રેવાડી-કઠુઆ રેલવે લાઇનનું ડબલિંગ (૨૭.૭૩ કિલોમીટર) સામેલ છે. કઠુઆ-નારનૌલ રેલવે લાઇનનું ડબલિંગ (૨૪.૧૨ કિલોમીટર) ભિવાની-દોભ ભાલી રેલવે લાઇનનું ડબલિંગ (૪૨.૩૦ કિલોમીટર) અને માંહેરુ-બાવાની ખેરા રેલવે લાઇનનું ડબલિંગ (૩૧.૫૦ કિલોમીટર) કરશે. આ રેલવે લાઇનોને બમણી કરવાથી આ વિસ્તારમાં રેલવેની માળખાગત સુવિધામાં વધારો થશે અને પેસેન્જર અને માલવાહક એમ બંને ટ્રેનોને સમયસર દોડાવવામાં મદદ મળશે. પ્રધાનમંત્રી રોહતક-મેહમ-હંસી રેલવે લાઇન (૬૮ કિલોમીટર) દેશને સમપત કરશે, જે રોહતક અને હિસાર વચ્ચેનાં પ્રવાસનાં સમયમાં ઘટાડો કરશે. તેઓ રોહતક-મેહમ-હંસી સેક્શનમાં ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપશે, જેનાથી રોહતક અને હિસાર વિસ્તારમાં રેલવે કનેક્ટિવિટીમાં સુધારો થશે, જેનાથી રેલવે પ્રવાસીઓને લાભ થશે.