મહારાષ્ટ્ર જલગાવ ખાતેથી વડાપ્રધાનશ્રીના અધ્યક્ષ સ્થાને આયોજિત લખપતી દીદી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું
પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી નંદાબેન ખાંટના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત સભાખંડમાં લખપતી દીદી કાર્યક્રમ યોજાયો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહીસાગર- લુણાવાડા નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોએ વડાપ્રધાનશ્રીના અધ્યક્ષ સ્થાને જલગાવ, મહારાષ્ટ્ર ખાતેથી લખપતી દીદી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લખપતિ દીદી સર્ટિફિકેટનું વિતરણ કરી લખપતી દીદીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી એન ભાભોરે જણાવ્યું હતું કે આ યોજના અન્વયે મહીસાગર જિલ્લામાં આ વર્ષમાં સ્વ-સહાય જુથ રચનાના કુલ – 190 ના લક્ષ્યાંકની સામે કુલ-183 જૂથોની રચના કરવામાં આવેલ છે.
સ્વ- સહાય જુથના રીવોલ્વીંગ ફંડના 300 ના લક્ષ્યાંક સામે 152 સ્વ-સહાય જુથો ને કુલ રૂ. 45.60 લાખ રીવોલ્વીંગ ફંડ ચૂકવવામાં આવેલ છે. જિલ્લામાં સી.આઈ.એફ ફંડ ના ચૂકવણામાં કુલ- 372 સ્વ-સહાય જુથ સામે હાલ -177 સ્વ-સહાય જુથ રૂ. 220.00 લાખનું સી.આઈ.એફ ચૂકવવામાં આવેલ છે.કુલ-666 સ્વ- સહાય જુથને બેન્ક લીંકેજ કરાવીને કુલ રૂ. 779.85 લાખનું ધિરાણ કરવવામાં આવ્યું છે. સાથે સાથે સંભવિત લખપતિ દીદીના 13800 ના લક્ષ્યાંકની સામે 13800 મુજબ 100 % એન્ટ્રી પુર્ણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા લાઇવલીહૂડ મેનેજરશ્રી એચ એસ હજુરી, વિવિધ તાલુકાના ટી એલ એમશ્રીઓ સહિત મોટી સંખ્યામાં સખીમંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.