વડાપ્રધાનની મુંબઈ મુલાકાત પહેલા રાજકારણ ગરમાયું

  • આદિત્ય ઠાકરેએ ખારા પાણીને મીઠા પાણીમાં પરિવતત કરવાના પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબ પર પણ સવાલો ઉઠાવ્યા.

મુંબઇ,

આદિત્ય ઠાકરેએ ખારા પાણીને મીઠા પાણીમાં પરિવતત કરવાના પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબ પર પણ સવાલો ઉઠાવ્યા છે. પત્રમાં એવી ફરિયાદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે પીએમ મોદીની રાહ જોવાને લઈ પ્રોજેક્ટના ઉદ્ઘાટનમાં વિલંબ થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે મુંબઈના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનની મુંબઈ મુલાકાત પહેલા રાજકારણ ગરમાયું છે. તેની પાછળની લડાઈ છે વિકાસના કામોનો શ્રેય લેવાની સ્પર્ધા. શિવસેનાના ઠાકરે જૂથના નેતા અને ભૂતપૂર્વ પ્રવાસન અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના કમિશનર ઈકબાલ સિંહ ચહલને પત્ર લખ્યો છે. કમિશનરને લખેલા આ પત્રમાં આદિત્ય ઠાકરેએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ યાન દોર્યું છે. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારક્ષેત્રમાં આવતા આ પ્લાન્ટનું ઉદ્ઘાટન પીએમ મોદી કરવાના છે.

બીએમસી કમિશનરને લખેલા પત્રમાં આદિત્ય ઠાકરેએ યાદ અપાવ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર દરમિયાન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતરિત કરવા માટેના પ્લાન્ટની ગતિ ઝડપી કરવામાં આવી છે, જેની સ્થાપના કરવામાં આવી છે. મુંબઈમાં ઈઝરાયેલની ટેક્નોલોજી સાથે તૈયાર થઈ રહી છે. આદિત્ય ઠાકરેએ પૂછ્યું છે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી પણ કેમ ન થયું?

આ ઉપરાંત આદિત્ય ઠાકરેએ ખારા પાણીને મીઠા પાણીમાં પરિવતત કરવાના પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબ પર પણ સવાલો ઉઠાવ્યા છે. પત્રમાં એવી ફરિયાદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે પીએમ મોદીની રાહ જોવાને લઈ પ્રોજેક્ટના ઉદ્ઘાટનમાં વિલંબ થયો છે. મોદી ૧૯ જાન્યુઆરીએ મુંબઈ મહાનગરપાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. તેઓ તેમના મુંબઈ પ્રવાસમાં મુંબઈ મેટ્રો ૨-છ અને મેટ્રો ૭નું ઉદ્ઘાટન કરશે. તેના પ્રથમ તબક્કાનું ઉદઘાટન ગયા વર્ષે કરવામાં આવ્યું છે. બંને રૂટ પર ૨૦ કિલોમીટર સુધી મેટ્રોની અવરજવર શરૂ થઈ ગઈ છે. હવે તેના બીજા તબક્કાનું કામ પૂર્ણ થયું છે. પીએમ મોદી આનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી જેનું ઉદ્ઘાટન કરવાના છે તે અન્ય મહત્ત્વપૂર્ણ કામ મુંબઈના રસ્તાઓનું કોંક્રીટાઇઝેશન છે. આ સિવાય તેઓ ‘બાળાસાહેબ ઠાકરે આપકા દાવખાના’ યોજના હેઠળ ૫૨ દવાખાનાનું ઉદ્ઘાટન કરશે.