વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં યુરોપમાં છે. તેઓ પોલેન્ડની બે દિવસીય મુલાકાતે ૨૧ અને ૨૨ ઓગસ્ટના રોજ રાજધાની વોર્સોમાં હતા. આ પછી પીએમ મોદી ટ્રેન દ્વારા યુદ્ધગ્રસ્ત યુક્રેન પહોંચ્યા. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે વાતચીત કરી હતી તેમણે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ પર પણ ચર્ચા કરી હતી
પીએમ મોદીની કિવ મુલાકાત દરમિયાન ભારત અને યુક્રેન વચ્ચે ચાર સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી વચ્ચે મુલાકાત થઈ હતી. જેમાં સાંસ્કૃતિક ક્ષેત્રે સહકાર, આરોગ્ય ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે સહકાર અને માનવીય સહાય અંગે કરારો થયા હતા.વડાપ્રધાનની મુલાકાત અંગે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે પોલેન્ડ અને યુક્રેનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીનો શાંતિ અને કૂટનીતિનો સંદેશ માત્ર આ મુલાકાતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં ગુંજી રહ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદીના યુક્રેન પ્રવાસને લઈને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે કહ્યું કે પીએમ મોદીની યુક્રેનની મુલાકાત રશિયા-યુક્રેન યુદ્ધને રોકવામાં મદદરૂપ થશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મળ્યા બાદ મોદીએ ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું. પીએમએ લખ્યું કે મેં અને રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કિવમાં શહીદ વિજ્ઞાની પ્રદર્શનમાં શ્રદ્ધાંજલિ આપી. તેણે લખ્યું કે રશિયા-યુક્રેન સંઘર્ષ ખાસ કરીને બાળકો માટે વિનાશક છે. આ સંઘર્ષમાં જીવ ગુમાવનારા બાળકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે તેને આ નુક્સાન સહન કરવાની શક્તિ મળે. વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી કિવમાં મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ઝેલેન્સકીના ખભા પર હાથ રાખ્યો અને તેમની સાથે ગંભીર ચર્ચા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના કિવમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પીએમ મોદીએ જૂનમાં ઈટાલીના અપુલિયામાં જી-૭ સમિટ દરમિયાન ઝેલેન્સકી સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન, મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિને કહ્યું હતું કે ભારત યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપવા માટે શક્ય તેટલું બધું કરશે. તેમણે કહ્યું હતું કે વાતચીત અને કૂટનીતિથી જ શાંતિ લાવી શકાય છે. બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાનને કિવની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે યુક્રેન અને પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો ઊંડી ચિંતાનો વિષય છે અને શાંતિ પુન:સ્થાપિત કરવાનો એકમાત્ર રસ્તો સંવાદ અને કૂટનીતિ છે. ભારત દ્રઢપણે માને છે કે યુદ્ધના મેદાનમાં કોઈપણ સમસ્યાનું સમાધાન થઈ શક્તું નથી. કોઈપણ કટોકટીમાં નિર્દોષ લોકોનો જીવ ગુમાવવો એ સમગ્ર માનવતા માટે એક મોટો પડકાર છે.
પીએમ મોદી ટ્રેનમાં મુસાફરી કરીને યુક્રેન પહોંચ્યા હતા. અહીં તેઓ ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, ’આજે સવારે કિવ પહોંચ્યા. ભારતીય સમુદાયે મારું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું.૧૯૯૧માં સોવિયત યુનિયનથી અલગ થયા બાદ ભારતીય વડાપ્રધાન દ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક યુદ્ધગ્રસ્ત દેશની ઐતિહાસિક મુલાકાતનો ભાગ હતો. વડા પ્રધાને ઝેલેન્સકીને ગળે લગાડ્યા અને તેમના ખભા પર હાથ મૂક્યો. જ્યારે બંનેએ શહીદશાી પ્રદર્શનમાં હત્યા કરાયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી ત્યારે ઝેલેન્સકી ભાવુક થઈ ગયા. આ પછી બંને નેતાઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત શરૂ થઈ હતી ૨૦૨૨માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ભારત તરફથી આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે.
આના એક મહિના પહેલા મોદીએ રશિયાની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. ત્યારે ઝેલેન્સકીએ પુતિન સાથેની મોદીની મુલાકાતની ટીકા કરી હતી.યુરોપિયન યુનિયનના મહાસચિવ એન્ટોની ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે અપેક્ષા વ્યક્ત કરી છે કે, વડાપ્રધાન મોદીનની યુક્રેન મુલાકાત શાંતિ લાવવામાં મદદગાર સાબિત થશે. દુજારિકે કહ્યું કે, છેલ્લા થોડા સમયમાં અનેક મોટા દેશોના નેતાઓ કીવની મુલાકાત લીધી હતી. અમને અપેક્ષા છે કે, મોદીની આ મુલાકાતની અસર જોવા મળશે. જે રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
વિદેશ મંત્રી એલ જયશંકરે કહ્યું હતું કે મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે યુક્રેન રશિયા યુધને લઇને પણ વાત કરી વડાપ્રધાને કહ્યું ભારતનો વિચાર છે કે સમાધાન શોધવા માટે બંન્ને પક્ષોએ એક બીજાની સાથે જોડાવાની જરૂર છે તેમણે જેલેંકસીથી જમીની સ્થિતિ અને કુટનીતિક પરિદ્શ્યની બાબતમાં વિવરણ માંગ્યું હતું જેલેસ્કીએ તેની માહિતી આપી હતી વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે પોતાની ચર્ચાની બાબતમાં પણ જેલેસ્કીને જણાવ્યું હતું.
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે મોદી જેલેસ્કીની મંત્રણા કેટલીક હદે સૈન્ય સ્થિતિ અને શાંતિના સંભવિત માર્ગ પર કેન્દ્રીત રહી હતી.વડાપ્રધાન મોદીએ શાંતિની તાકિદે વાપસી માટે હર સંભવ રીતે યોગદાન કરવાની ભારતની ઇચ્છા વ્યકત કરી હતી વાર્તા ખુબ વિસ્તૃત ખુલ્લી અને અનેક રીતે રચનાત્મક રહી એ વાત પર પણ ચર્ચા થઇ કે આ ચર્ચાઓને આગળ વધારવાના પ્રભાવી પ્રયાસો શું હોઇ શકે છે .
તેમણે કહ્યું કે યુક્રેન વૈશ્ર્વિક શાંતિ શિખર સંમેલનમાં ભારતની નિરંતર ભાગીદારી ઇચ્છે છે.વિદેશ મંત્રીએ કહ્યુ કે વાર્તા દરમિયાન ભારતે યુક્રેનને ચિકિત્સા સહાયતા માટે ભીષ્મ કયુબ સોંપી બંન્ને નેતાઓએ યુદ્ધને લઇને પણ ચર્ચા કરી વડાપ્રધાને નવોન્વેષી સમાધાન વિકસીત કરવા માટે તમામ હિતધારકો વચ્ચે વ્યવહારિક જોડાણનુ આહ્વાન કર્યું જે શાંતિમા યોગદાન આપે.
વિદેશ મંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદી અને જેલેસ્કી વચ્ચે થયેલી ચર્ચા આપણા દ્વિપક્ષીય સંબંધો માટે સમપત હતી તેમાં વ્યાપાર,આથક મુદ્દા રક્ષા ફાર્માસ્યુટિકલ્સ કૃષિ શિક્ષણની બાબતે ચર્ચા થઇ બંન્ને નેતાઓએ અંતર સરકારી આયોગને પણ કામ સોંપ્યું છે. જેમાં મંત્રી કુલેબા અને હું સહ અયક્ષ છીએ.