સિંગાપોરના વિદેશ પ્રધાન વિવિયન બાલક્રૃષ્ણને જાહેરાત કરી છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં સિંગાપોરની સત્તાવાર મુલાકાતે આવશે. વ્યૂહાત્મક સંબંધોને આગળ વધારવા માટે ભારત અને સિંગાપોરના વરિષ્ઠ મંત્રીઓ વચ્ચે અહીં ઉચ્ચ સ્તરીય બેઠક બાદ તેમણે આ વાત કહી.
નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ. જયશંકર, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને રેલ્વે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવ સહિત ચાર સભ્યોના ભારતીય પ્રતિનિધિમંડળે દ્વિપક્ષીય સહયોગની ચર્ચા કરવા અને પરસ્પર હિતના મુદ્દાઓ પર વિચાર આદાન-પ્રદાન કરવા માટે સોમવારે અહીં બીજી ભારત-સિંગાપોર મિનિસ્ટરિયલ રાઉન્ડટેબલમાં ભાગ લીધો હતો.
મંત્રીઓની બેઠકને સકારાત્મક ગણાવતા, બાલક્રૃષ્ણને કહ્યું કે આનાથી વડાપ્રધાન મોદીની સિંગાપોરની સત્તાવાર મુલાકાતનો મંચ પણ તૈયાર થયો છે. તેમણે અહીં કહ્યું, ’અમે આના પર પણ કામ કરી રહ્યા છીએ કારણ કે ખૂબ જ ટૂંક સમયમાં અમે વડા પ્રધાન મોદીની સિંગાપોરની સત્તાવાર મુલાકાતની પણ જાહેરાત કરીશું. હું તમને ચોક્કસ તારીખ કહી શક્તો નથી, પરંતુ તે ટૂંક સમયમાં જ થશે.’ બાલક્રૃષ્ણને જણાવ્યું હતું કે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર્સ તેમજ એવિએશન અને મેરીટાઈમ કનેક્ટિવિટી એ નવા ક્ષેત્રો છે જેને સિંગાપોર અને ભારતે દ્વિપક્ષીય સહયોગને વધારવાની રીતો પર ચર્ચા કરવા માટે આ ઉચ્ચ સ્તરીય ફોરમમાં સમાવેશ કર્યો છે.
ભારતીય મૂળના મંત્રીએ કહ્યું કે બંને દેશો અદ્યતન ઉત્પાદન અને સેમિકન્ડક્ટર્સ પર સહયોગ કરવા માંગે છે. આ એક એવો વિસ્તાર છે, જેમાં ભારત નોંધપાત્ર રીતે વિસ્તરણ કરવા માંગે છે અને જેમાં સિંગાપોર તેની ક્ષમતા કરતાં ઘણું વધારે યોગદાન આપી રહ્યું છે. સિંગાપોરના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રમાં જબરદસ્ત વૃદ્ધિ થવાની સંભાવના છે, ભારતે ગયા વર્ષે જ ૧,૦૦૦ થી વધુ એરક્રાટનો ઓર્ડર આપ્યો હતો.
તેમણે કહ્યું કે આ આગામી વર્ષોમાં જાળવણી અને હવાઈ કામગીરી જેવી સેવાઓ માટે મોટી તકો રજૂ કરે છે. આ અન્ય ચોક્કસ ક્ષેત્ર છે જ્યાં સિંગાપોર અને તેની કંપનીઓ વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મક છે. તેમણે કહ્યું, ’૧.૪ અબજથી વધુ લોકો ધરાવતો દેશ હવે તેના ઉડ્ડયન ક્ષેત્રમાં મોટા પાયે સુધારા તરફ આગળ વધી રહ્યો છે. આ બે, ત્રણ દાયકામાં એક વખતની મળનારી તક છે, અને તે સારું છે કે અમે આગળની લાઈન પર છીએ અને અમારી પાસે સહયોગ કરવાનો મોકો છે.