પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કૃષિ અર્થશાસ્ત્રીની ૩૨મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ સવારે ૯.૩૦ કલાકે રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંકુલ, નવી દિલ્હી ખાતે કૃષિ અર્થશાસ્ત્રીની ૩૨મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી જનસભાને સંબોધિત પણ કરશે. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એગ્રીકલ્ચરલ ઇકોનોમિસ્ટ દ્વારા આયોજિત ત્રિવાષક કોન્ફરન્સ ૦૨થી ૦૭ ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન યોજાશે.

આ વર્ષની કોન્ફરન્સની થીમ છે, “સસ્ટેનેબલ એગ્રી-ફૂડ સિસ્ટમ્સ તરફ પરિવર્તન.” તેનો ઉદ્દેશ્ય વૈશ્ર્વિક પડકારો જેમ કે જળવાયુ પરિવર્તન, પ્રાકૃતિક સંસાધનોના અધોગતિ, વધતા ઉત્પાદન ખર્ચ અને સંઘર્ષ જેવા વૈશ્ર્વિક પડકારોને યાનમાં રાખીને ટકાઉ કૃષિની જરૂરિયાતને પહોંચી વળવાનો છે. આ પરિષદ વૈશ્ર્વિક કૃષિ પડકારો માટે ભારતના સક્રિય અભિગમને પ્રકાશિત કરશે અને કૃષિ સંશોધન અને નીતિમાં દેશની પ્રગતિનું પ્રદર્શન કરશે.

આઇસીએઇ ૨૦૨૪ યુવા સંશોધકો અને અગ્રણી વ્યાવસાયિકો માટે તેમના કાર્ય અને નેટવર્કને વૈશ્ર્વિક સાથીદારો સાથે રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. તેનો હેતુ સંશોધન સંસ્થાઓ અને યુનિવસટીઓ વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવાનો, રાષ્ટ્રીય અને વૈશ્ર્વિક સ્તરે નીતિનિર્માણને પ્રભાવિત કરવાનો અને ડિજિટલ કૃષિ અને ટકાઉ કૃષિ-ખાદ્ય પ્રણાલીઓમાં પ્રગતિ સહિત ભારતની કૃષિ પ્રગતિ દર્શાવવાનો છે. આ કોન્ફરન્સમાં લગભગ ૭૫ દેશોમાંથી લગભગ ૧,૦૦૦ પ્રતિનિધિઓ ભાગ લેશે.