વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવાર સોગંદ લીધા,બે પૂર્વ મુખ્યમંત્રીઓને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યાં

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે સોગંદ લીધા હતાં તેમણે હિન્દીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં.તેમણે ત્રીજીવાર વડાપ્રધાન તરીકેના સોગંદ લીધા હતાં. ત્યારબાદ કેબિનેટ મંત્રી તરીકે રાજનાથ સિંહે સોગંદ લીધા હતાં તેમણે હિન્દીમાં ઈશ્વરના નામે સોંગદ લીધા હતાં મોદી ૨.૦માં રક્ષા મંત્રી રહ્યાં હતાં.ત્યારબાદ અમીત શાહે સોગંદ લીધા હતાં તેમણે ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં ત્યારબાદ નીતિન ગડકરીએ સોગંદ લીધા હતાં તેમણે હિન્દીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં ગડકરી મોદી ૨.૦ માં સડક મંત્રી રહ્યાં હતાં ત્યારબાદ જે પી નડ્ડાએ સોગંદ હિન્દીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં મોદી ૧.૦માં આરોગ્યમંત્રી હતા હાલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. રાજયસભાના સભ્ય છે. ત્યારબાદ શિવરાજ સિંહ ચૌહાણે હિન્દીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં પહેલીવાર કેન્દ્રમાં મંત્રી બન્યા છે. ત્યારબાદ શ્રીમતિ નિર્મલા સીતારમણે સોગંદ લીધા હતાં તેમણે અંગ્રેજીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં મોદી ૨.૦માં નાણાંમંત્રી રહ્યાં હતાં ડો.સુબ્રમણ્યમ શંકર રાજયસભાના સભ્ય છે.

મોદી ૨.૦માં વિદેશમંત્રી રહ્યાં હતાં તેમણે અંગ્રેજીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં ત્યારબાદ મનોહર લાલ ખટ્ટરે હિન્દીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી છે. ત્યારબાદ એચ ડી કુમાર સ્વામીએ ઈશ્વરના નામે અંગ્રેજીમાં સોગંદ લીધા હતાં તેઓ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી છે. પીયૂષ ગોયલે હિન્દીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં મોદી ૨.૦માં વાણિજયમંત્રી રહ્યાં છે ઘર્મેન્દ્ર પ્રધાને હિન્દીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં મોદી ૧.૦ પેટ્રોલિયમ મંત્રી અને મોદી ૨.૦ શિક્ષા મંત્રી રહ્યાં હતાં. ત્યારબાદ જીતનરામ માંઝીએ હિન્દીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી રહ્યાં છે. હમ પાર્ટીના એક માત્ર સાંસદ હોવા છતાં કેબિનેટ મંત્રી બન્યા છે.લલન સિંહે હિન્દીમાં સત્ય નિષ્ઠાના નામે સોગંદ લીધા હતાં પ્રથમવાર મંત્રી બન્યા છે.જદયુના પૂર્વ અધ્યક્ષ રહ્યાં છે.બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના નજીકના માનવામાં આવે છે. સર્વાનંદ સોનુવાલે સોગંદ લીધા હતાં અંગ્રેજીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતો મોદી ૨.૦ બદરગાહ પોર્ટ અને શિંપિગમંત્રી રહ્યાં છે તેઓ આસમના પૂર્વ મુખ્યમંત્રી છે.ત્યારબાદ ડો.વિરેન્દ્રકુમારે ઈશ્વરના નામે હિન્દીમાં સોગંદ લીધા હતાં મોદી સરકારમાં નવો ચહેરો છે.એમરીની ટીકમગઢથી સાંસદ બન્યા છે.ત્યારબાદ રામ મોહન નાયડુ સૌથી યુવા કેબિનેટ મંત્રી બન્યા છે તેમણે અંગ્રેજીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં ટીડીપીના નેતા છે. યેરેન નાયડુના પુત્ર છે.ત્યારબાદ પ્રહલાદ જોશીએ અંગ્રેજીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં મોદી ૨.૦ સંસદીય કાર્ય મંત્રી રહ્યાં હતાં ૨૦૦૪થી સતત સાંસદ બન્યા છે.ત્યારબાદ જુએલ ઉરાંવે હિન્દીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં મોદી ૧.૦ આદિવાસી મંત્રી રહ્યાં હતાં બાજપાઇ સરકારમાં પણ મંત્રી રહી ચુકયા છે.

ગિરિરાજ સિંહે હિન્દીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં મોદી ૨.૦ ગ્રામિણ વિકાસ મંત્રી રહ્યાં છે. કટ્ટરવાદી હિન્દુ તરીકે તેઓ જાણિતા છે. ત્યારબાદ અશ્વિની વૈષ્ણવે હિન્દીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં મોદી ૨.૦ રેલ અને સંચાર મંત્રી રહ્યાં છે.જયોતિરાદિત્ય સિંધિયાએ હિન્દીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં મોદી ૨.૦ વિમાન અને સ્ટીલ મંત્રી રહ્યાં છે ત્યારબાદ ભુપેન્દ્ર યાદવે ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં મોદી ૨.૦ શ્રમ રોજગાર મંત્રી રહ્યાં હતાં. ૧૨ વર્ષ સુધી રાજયસભાના સભ્ય રહ્યાં છે.ગજેન્દ્ર સિંહ શેખાવતે હિન્દીમાં ઇશ્ર્વરના નામે સોગંદ લીધા હતાં મોદી ૨.૦ જળશક્તિ મંત્રી રહ્યાં છે.

ત્યારબાદ અન્નપૂર્ણા જેવી યાદવે હિન્દીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં ત્યારબાદ કિરેન રિજિજુએ હિન્દીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં ત્યારબાદ હરદિપ સિંહ પુરીએ અંગ્રેજીમાં ઇશ્ર્વરના નામે સોગંદ લીધા હતાં મોદી ૨.૦ પેટ્રેલિયમ મંત્રી રહ્યાં છે ત્યારબાદ મનસુખ માંડવિયાએ હિન્દીમાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતાં. મોદી ૨.૦માં આરોગ્યમંત્રી રહ્યાં છે. ત્યારબાદ કિશન રેડ્ડીએ ઈશ્વરના નામે હિન્દીમાં સોગંદ લીધા હતાં મોદી ૨.૦માં પર્યટન મંત્રી રહ્યાં છે. ત્યારબાદ ચિરાગ પાસવાને હિન્હીમાં સોલંગ લીઘા હતાં મોદી સરકારમાં ૩૦ કેબિનેટ, ૫ (સ્વતંત્ર પ્રભાર) સોગંદ લીધા હતાં કુલ ૭૨મંત્રીઓએ સોગંદ લીધા તેમાં ૨૭ મંત્રી પછાત ૧૦ દલિત પાંચ આદિવાસી છે.વર્તમાન અને પૂર્વ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી તેમાં નારાયણ રાણે (ચૂંટણી જીત્યા પણ સ્થાન નથી),અનુરાગ ઠાકુર (ચૂંટણી જીત્યા પણ સ્થાન નથી),પરશોત્તમ રૂપાલા (ચૂંટણી જીત્યા પણ જગ્યા નથી),અર્જુન મુંડા (ચૂંટણી હારી ગયા),સ્મૃતિ ઈરાની (ચૂંટણી હાર્યા),આરકે સિંહ (ચૂંટણી હારી ગયા),મહેન્દ્ર નાથ પાંડે (ચૂંટણી હાર્યા) આ ઉપરાત રાજ્ય કક્ષા પ્રધાનોમાં અશ્વિની કુમાર ચૌબે (ચૂંટણી લડી ન હતી),વીકે સિંહ (ચૂંટણી લડી ન હતી),સાધ્વી નિરંજન જ્યોતિ (ચૂંટણી હાર્યા),સંજીવ બાલિયાન (ચૂંટણી હાર્યા),રાજીવ ચંદ્રશેખર (ચૂંટણી હારી ગયા),દર્શના જરદોશ (ટિકિટ મળી નહોતી),વી મુરલીધરન (ચૂંટણી હાર્યા),મીનાક્ષી લેખી (ટિકિટ મળી નહોતી) દેવુસિંહ ચૌહાણ (ચૂંટણી જીત્યા પણ સ્થાન નથી) સામેલ કરવામાં આવ્યા નથી.