વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોક્સભા ચૂંટણીના પ્રચાર માટે બિહારની રાજધાની પટનમાં એક શાનદાર ભવ્ય રોડ શો પણ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફુલથી સજેલા રથમાં લોકોનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા.
બિહાર પ્રવાસના બીજા દિવસે સોમવારે પીએમ મોદી પટના શહેરના તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા હતા.લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના ચોથા તબક્કાના મતદાન વચ્ચે વડાપ્રધાન નરેનદ્ર મોદીએ સવારે પટનાના ગુરુદ્રાર તખ્ત હરિમંદિર સાહિબમાં પોતાના હાથે લંગર પીરસતા જોવા મળ્યા હતા.
અહિ પ્રસાદી લીધા બાદ પીએમ મોદીએ જમાવાનું પણ બનાવ્યું હતુ.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહિ રોટલી વણતા પણ જોવા મળ્યા હતા. તેમના હાથે લંગરમાં લોકોને જમવાનું પણ પીરસ્યું હતુ. તેમજ ખુબ ખુશ પણ જોવા મળ્યા હતા. મોદી પટના સાહિબ ગુરુદ્વારામાં પાઘડી પહેરતા પણ જોવા મળ્યા હતા.આજે પીએમ મોદી હાજીપુરમાં જનસભાને સંબોધશે.પીએમ શીખ પાઘડી પહેરીને પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા હતા. લોક્સભા ચૂંટણીના ચોથા તબક્કામાં ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૬ બેઠકો પર મતદાન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને મતદાન કરવાની અપીલ કરી હતી.