પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે આંધ્ર પ્રદેશના લેપાક્ષીના વીરભદ્ર મંદિરમાં પૂજા અર્ચના કરી.

હૈદરાબાદ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે આંધ્ર પ્રદેશના લેપાક્ષીના વીરભદ્ર મંદિરમાં પૂજા અર્ચના કરી. આ દરમિયાન તેમણે રંગનાથ રામાયણના છંદ પણ સાંભળ્યા જે તેલુગુમાં છે. અત્રે જણાવવાનું કે વીરભદ્રને ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવે છે. વીરભદ્ર મંદિર ૧૬મી સદીમાં બનાવવામાં આવ્યું હતું જેમાં વિજયનગર કાળની વાસ્તુકલા જોવા મળે છે. લેપાક્ષીનું રામાયણમા ખાસ સ્થાન છે. એવું કહેવાય છે કે લેપાક્ષી એ જગ્યા છે જ્યાં માતા સીતાનું અપહરણ કરીને લઈ જઈ રહેલા રાવણ સાથે જટાયુ ભીડી જતા ગંભીર રીતે ઘાયલ થયા બાદ પડ્યા હતા. મોત વેળાએ જટાયુએ ભગવાન રામને એ જણાવ્યું કે માતા સીતાને રાવણ દક્ષિણ બાજુ લઈને ગયો હતો. ત્યારબાદ ભગવાન રામે તેમને મોક્ષ આપ્યો હતો.

પીએમ મોદી વીરભદ્ર મંદિર એવા સમયે પહોંચ્યા જ્યારે ૬ દિવસ બાદ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તે પહેલા પ્રધાનમંત્રી ૧૧ દિવસનું વિશેષ અનુષ્ઠાન કરી રહ્યા છે. તેમની આ લેપાક્ષીની યાત્રા નાસિકમાં શ્રી કાલારામ મંદિરની મુલાકાત બાદ થઈ રહી છે. થોડા દિવસ પહેલા પીએમ મોદીએ નાસિકમાં ગોદાવરી નદીના તટ પર આવેલા પંચવટીની મુલાકાત કરી હતી. તેમણે કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી અને મરાઠીમાં રામાયણના ભગવાન રામના અયોધ્યા આગમન સંલગ્ન શ્લોક સાંભળ્યા. વીરભદ્ર મંદિર દ્રશન સાથે જ પીએમ મોદીનો આંધ્ર પ્રદેશ પ્રવાસ શરૂ થઈ ગયો છે.

પીએમ મોદીએ આજે આંધ્ર પ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લાના પલાસમુદ્રમની મુલાકાત કરશે. તેઓ રાષ્ટ્રીય સીમા શુલ્ક, અપ્રત્યક્ષ કર અને નારકોટિક્સ એડેડેમીના નવા પરિસરનું ઉદ્ધાટન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના લેપાક્ષીમાં આવેલા વીરભદ્ર મંદિરમાં પૂજા કરશે અને રંગનાથ રામાયણના શ્લોકો પણ સાંભળશે. પીએમ મોદી અયોધ્યામાં ભવ્ય રામજન્મભૂમિ મંદિરના અભિષેક સમારોહના છ દિવસ પહેલા જ લેપાક્ષીની મુલાકાતે છે. તમને જણાવી દઈએ કે, આ જગ્યાનો ઉલ્લેખ રામાયણમાં પણ કરવામાં આવ્યો છે.

મુરલીધરને જણાવ્યું હતું કે કોચીન ભારતમાં જહાજ સમારકામનું હબ બનશે, જે કોચીન શિપયાર્ડની અંદર અને બહાર હજારો નોકરીઓનું સર્જન કરશે. છેલ્લા એક વર્ષમાં, વડાપ્રધાન ઓછામાં ઓછા ત્રણ વખત હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે, જેનાથી કેરળ રાજ્યને ફાયદો થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને કહ્યું કે પીએમ મોદી આજે કેરળ પહોંચી રહ્યા છે. તે આનંદનો પ્રસંગ છે. વડાપ્રધાન કોચીન શિપયાર્ડ અને કોચીન પોર્ટ ખાતે રૂ. ૪૦૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. કોચીન પોર્ટને એલપીજી ટર્મિનલ મળી રહ્યું છે. તે જ સમયે, કોચીન શિપયાર્ડમાં હવે ડ્રાય ડોક સુવિધા અને જહાજોના સમારકામ માટેની સુવિધા હશે. આ ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના ઉદ્દેશ્યને અનુરૂપ હશે.

ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ’પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહના થોડા દિવસો પહેલા વડાપ્રધાનની દક્ષિણની આધ્યાત્મિક યાત્રા થઈ રહી છે. કોચીન શિપયાર્ડ લિમિટેડ ખાતે ન્યૂ ડ્રાય ડોક અને ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટી સહિત અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરવા માટે પ્રધાનમંત્રી આજથી આંધ્રપ્રદેશ અને કેરળની બે દિવસીય મુલાકાતે છે. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે બુધવારે પીએમ મોદી કેરળના ગુરુવાયૂર અને થ્રીપ્રયાર શ્રી રામાસ્વામી મંદિરોમાં પણ પ્રાર્થના કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ અયોધ્યા માં રામ મંદિરના ’પ્રાણ પ્રતિષ્ઠા’ (અભિષેક) સમારોહ પહેલા ૧૧ દિવસની ધાર્મિક વિધિઓ કરી છે. ધાર્મિક વિધિ અમુક પરંપરાઓનું પાલન કરે છે, વિધિ પહેલાં શુદ્ધિકરણની ખાતરી કરે છે. જેના ભાગરૂપે વડાપ્રધાન મોદી ૧૧ દિવસ સુધી સાત્વિક આહાર પર રહેશે. તેમણે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ એકસ) પર શેર કરેલા ઓડિયો સંદેશ દ્વારા આ જાહેરાત કરી હતી.

તમને જણાવી દઈએ કે અયોધ્યા માં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામલલાનો સાત દિવસનો અભિષેક સમારોહ આજથી શરૂ થયો છે. મંદિરનું ઉદ્ઘાટન ૨૨ જાન્યુઆરીએ થશે. પીએમ મોદીએ ૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું, હવે રામલલા મંદિરમાં કાયમી નિવાસ કરવા જઈ રહ્યા છે. મંદિર ટ્રસ્ટે ભવ્ય રામ મંદિર સમારોહ માટે ૭,૦૦૦ થી વધુ પ્રતિષ્ઠિત લોકોને આમંત્રણ આપ્યું છે.