- રામ વિલાસ પાસવાન જી મારા ખૂબ જ પ્રિય મિત્ર હતા, જેમની મૂલ્યવાન આંતરદૃષ્ટિ હું ખૂબ જ યાદ કરું છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દ્ગડ્ઢછના મુખ્ય ઘટક લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના સાંસદોને મળ્યા. આ પ્રસંગે પીએમએ કહ્યું કે તેઓ ખુશ છે કે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પોતાને લાયક સાબિત કર્યા છે અને તેઓ તેમના પિતાના સપનાને સાકાર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ચિરાગ પાસવાન એલજેપી (રામ વિલાસ)ના અધ્યક્ષ છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર છે. સમાજવાદી નેતા રામવિલાસ પાસવાને એલજેપીની રચના કરી હતી અને તેમના નિધન બાદ પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી.
લોક જનશક્તિ પાર્ટીના એક જૂથનું નેતૃત્વ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રામવિલાસ પાસવાનના ભાઈ પશુપતિ કુમાર પારસ કરી રહ્યા છે, જ્યારે બીજા જૂથનું નેતૃત્વ ચિરાગ પાસવાન કરી રહ્યા છે. બંને પક્ષો એનડીએના સભ્યો છે. લોક્સભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગેના કરાર મુજબ, ભાજપે એલજેપી (રામવિલાસ)ને ૫ બેઠકો આપી હતી, જ્યારે પશુપતિ પારસના નેતૃત્વવાળી પાર્ટીને એક પણ બેઠક આપવામાં આવી ન હતી. પારસે ભાજપ પર તેમની પાર્ટીની અવગણના કરવાનો આરોપ લગાવીને કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.
મીટિંગની તસવીરો શેર કરતી વખતે, પીએમએ ’એકસ’ પર લખ્યું, ’રામ વિલાસ પાસવાન જી મારા ખૂબ જ પ્રિય મિત્ર હતા, જેમની મૂલ્યવાન આંતરદૃષ્ટિ હું ખૂબ જ યાદ કરું છું. મને ખુશી છે કે ચિરાગ પાસવાને પોતાને લાયક સાબિત કર્યા છે અને રામવિલાસ જીના સપના પૂરા કરી રહ્યા છે. અમારી પાર્ટીઓ જનસેવા માટે મજબૂત રીતે સાથે છે.’ સંસદનું સત્ર શરૂ થયા બાદ પીએમ મોદી ગઠબંધનના ભાગીદારોના સાંસદોને સતત મળી રહ્યા છે. આ પહેલા મોદીએ ગુરુવારે જેડીયુના સાંસદો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન મોદીએ બુધવારે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સાંસદોને પણ મળ્યા હતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પ્રશંસા કરી હતી. લોક્સભામાં ટીડીપીના ૧૬ સાંસદો છે અને તે ભાજપનો સૌથી મોટો સહયોગી છે. ત્નડ્ઢજીેં ૧૨ સાંસદો સાથે લોક્સભામાં બીજેપીનો બીજો સૌથી મોટો સાથી છે, જ્યારે એલજેપી (રામવિલાસ) પાસે ૫ સાંસદો છે. એલજેપી (રામ વિલાસ) પાસે કેન્દ્રીય મંત્રી પરિષદમાં એક સભ્ય છે, જ્યારે ટીડીપી અને જેડીયુમાં ૨-૨ સભ્યો છે.