ગાંધીનગર, લોક્સભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમ્યાન પ્રદેશ કાર્યાલય કમલમની તેમણે મુલાકાત લીધી. આ દરમ્યાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખાસ હાજર રહ્યા હતા. બેઠકમાં વિવિધ ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવી.
વડાપ્રધાન મોદી પ્રદેશ કમલમમાં નેતાઓ સાથે બેઠક પૂર્ણ કરી વડાપ્રધાન મોદી રવાના થયા હતા. મહત્વનું છે કે મોદીની કમલમમાં બેઠક બાદ પ્રદેશ નેતૃત્વ વચ્ચે બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પાટીલ અને હર્ષ સંઘવી વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. મહત્વનું છે કે લોક્સભા ચૂંટણી પહેલા આ મહત્વની બેઠક કહી શકાય.કમલમ ખાતે લોક્સભા ચૂંટણી ૨૦૨૪ને લઈ આગામી રણનીતિ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.આઈ.કે.જાડેજા, સંગઠન મહામંત્રી રત્નાકરજીની બેઠકમાં સૂચક હાજર રહ્યા હતા.
મોદીની મુલાકાત અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે માહિતી આપી છે.તેમણે જણાવ્યું કે,મોદીના આવવાથી કાર્યકરોનો જુસ્સો વયો હતો. ૨૫ કમિટીઓનાં ૧૯૫ સભ્યો સાથે મોદીએ ચર્ચા કરી હોવાનું પાટીલે જણાવ્યું. ખાસ કરીને પ્રચારની કામગીરી અંગે મોદીએ પોતાના સમયના અનુભવ અંગે ચર્ચા કરી હોવાનું સામે આવ્યું હતું.