અગાઉ પીએમઓમાં ઓફિસર હોવાનો દાવો કરનાર માસ્ટરમાઇન્ડ કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આવો જ એક કિસ્સો હવે મહારાષ્ટ્રમાં સામે આવ્યો છે. વડાપ્રધાન કાર્યાલયમાં સુરક્ષા સલાહકાર હોવાનો ઢોંગ કરીને એનએસએ સુધી પહોંચવાનો ડોળ કરીને છેતરપિંડી કરી હતી. સતારા પોલીસે કાશ્મીરા અને તેના સહયોગી ગણેશ ગાયકવાડની છેતરપિંડી અને બનાવટના આરોપસર ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે.
સૂત્રો મુજબ, ડિસેમ્બર ૨૦૧૭માં, મહારાષ્ટ્રના સતારા જિલ્લાની એક મહિલાની વડા પ્રધાન કાર્યાલયના રાષ્ટ્રીય સલાહકાર તરીકે નિમણૂકની જાણ કરવામાં આવી હતી, માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધી વાત કરે છે. હાલ, પીએમઓના નકલી પત્રો બનાવવા અને છેતરપિંડી કરવા બદલ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું કે સતારાની રહેવાસી કાશ્મીરા પવારે તેના મિત્ર ગણેશ ગાયકવાડ સાથે મળીને સરકારી ટેન્ડર મેળવવાના નામે છેતરપિંડી કરી હતી.
ડિસેમ્બર ૨૦૧૭માં એવા અહેવાલો સામે આવ્યા હતા કે સતારા જિલ્લાના કાશ્મીરા પવાર પીએમઓના રાષ્ટ્રીય સલાહકાર બન્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કાશ્મીરા પવારે સતારા જિલ્લા કલેક્ટર ઓફિસથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાતચીત કરી હતી. આ સિવાય પીએમઓના અન્ય ટોચના અમલદારો સાથે પણ વાત કરી. સતારા સિટી પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધી અમારી પાસે ત્રણ ફરિયાદી છે જેમની પાસેથી આરોપીઓએ ૮૨ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.
સૂત્રો પ્રમાણે, ૧૭ જૂને પુણેના બિઝનેસમેન ગોરખ મારલે કાશ્મીરા અને ગણેશ વિરુદ્ધ પુણે શહેરના બુંદ ગાર્ડન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે બંને પર સરકારી ટેન્ડરના બદલામાં ૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. મારલે પોલીસને જણાવ્યું કે આરોપીએ તેની સાથે ડિસેમ્બર ૨૦૧૯ અને માર્ચ ૨૦૨૨ વચ્ચે ૫૦ લાખ રૂપિયાના બદલામાં વોટ્સએપ પર કથિત રીતે ટેન્ડર દસ્તાવેજો શેર કર્યા હતા. ઉદ્યોગપતિએ કહ્યું કે તે પુણેમાં કાઉન્સિલ હોલ અને અન્ય સ્થળોએ પણ તેને ઘણી વખત મળ્યો હતો.
મારલે કહ્યું કે આરોપીએ કાશ્મીરાના વખાણ કરતા તેના ઓનલાઈન અહેવાલો વાંચીને અને તેની સાથે ઘણા દસ્તાવેજો શેર કરીને તેનો વિશ્વાસ મેળવ્યો. મરાલે કહ્યું, “તેણે ૨૦ નવેમ્બર, ૨૦૧૯ના રોજ વોટ્સએપ પર એક પત્ર શેર કર્યો હતો, જેના પર પીએમ મોદીએ હસ્તાક્ષર કર્યા હતા. પત્રમાં કાશ્મીરાની પીએમના રાષ્ટ્રીય સલાહકાર અને ભારતના કાઉન્સેલર’ તરીકે નિમણૂકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગણેશે આરએડબ્લ્યુ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તેને જારી કરાયેલ હથિયારનું લાઇસન્સ પણ શેર કર્યું હતું. સતારા પોલીસે આરોપીએ વેપારી સાથે જે દસ્તાવેજો શેર કર્યા હતા તેની તપાસ શરૂ કરી છે.
મારલે વધુ જણાવતા કહે છે કે, “મેં કાશ્મીરા અને ગણેશ પર વિશ્ર્વાસ કર્યો. તેઓ છેતરપિંડી કરનાર હોવાનું જાણ્યા પછી, મેં મારા પૈસા પાછા મેળવવાની કોશિશ કરી પરંતુ કાશ્મીરાએ ૨૦૨૩ માં મારી વિરુદ્ધ છેડતીનો ખોટો કેસ દાખલ કર્યો. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ સતારા સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ, કાશ્મીરાએ મારલે અને સ્થાનિક હોટેલિયર ફિલિપ ભામ્બલ સહિત અન્ય બે લોકો પર તેમની વચ્ચેના વિવાદ બાદ તેમની પાસેથી ૫૦ લાખ રૂપિયાની માંગણી અને બળજબરીથી ૫૦,૦૦૦ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસ રેકોર્ડ અનુસાર, હોટેલિયર ફિલિપ ભામ્બલે ડિસેમ્બર ૨૦૨૨માં કાશ્મીરા અને ગણેશ વિરુદ્ધ સતારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદમાં જણાવાયું છે કે બંને મહારાષ્ટ્રના લોકોને પીએમઓમાં તેમની નિમણૂકના દસ્તાવેજો અને ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરા અને લોક્સભા સચિવાલયના ટેન્ડર બતાવીને છેતરપિંડી કરતા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આરોપીઓ કેવી રીતે વર્ષો સુધી પકડાયા વિના લોકોને છેતરવામાં સક્ષમ હતા, કે તેઓ સરકારમાં વીઆઇપી હોય તેમ ફરતા હતા ડિસેમ્બર ૨૦૧૭માં અહેવાલ મુજબ કાશ્મીરાએ પુણે, મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં ટ્રાન્સફર લેવાને બદલે સતારામાં રહેવાનું અને તેની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. ૧૨મા ધોરણમાં સાયન્સનો અભ્યાસ કર્યા પછી, તેણીએ આર્ટસ પ્રવાહમાં સ્વિચ કર્યું જેથી તે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી શકે તેમ અહેવાલો પરથી જાણવા મળ્યું છે.