વડાપ્રધાન મોદીના ભાષણ ઉપર કોંગ્રેસની પ્રતિક્રિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદે મંગળવારે સાંજે 6 વાગ્યે દેશને સંબોધન કર્યુ, વડાપ્રધાનનું આ સંબોધન કોરોના મહામારીની વાત કરી હતી. વડાપ્રધાને કરેલા સંબોધન બાદ મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે તેની ટિકા કરી છે. કોંગ્રેસે કહ્યું કે દેશને કોરુ ભાષણ નહીં પણ ઠોસ સામાધાન જોઇએ છે. કોંગ્રેસના પાર્ટી મહાસચિવ ને પ્રવક્તા પવન ખેડે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 24 માર્ચ 2020ના રોજ મોદીજીએ કહ્યું હતું તે મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું અને કોરોના સામે યુદ્ધ જીતવામાં 21 દિવસ લાગશે. પરંતુ આજે 210 દિવસ બાદ પમ આખા દેશમાં કોરોના સામેની મહાભારત ચાલી રહી છે. લોકો મરી રહ્યા છે પરંતુ મોદીજી સમાધાનની જગ્યાએ ટેલીવિઝન ઉપર ભાષણ આપી રહ્યા છે.

તેમણે સરકાર ઉપર આરોપ લગાવ્યો છે કે કોરોના સામેની લડાઇમાં મોદી સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે.

આ મહામારીના સમયમાં ભાજપે દેશના લોકોને બેહાલ છોડી દીધા છે. ભારત આજે દુનિયાનું કોરોના કેપિટલ બની ગયું છે. 19 ઓક્ટોબર 2020ના આકંડા પ્રમાણે કોરોના કેસોની સંખ્યામાં ભારત પહેલા નંબર ઉપર છે.

તેમણે આગળ જણાવ્યું કે 100 દિવસની અંદર ભારતમાં કોરોના કેસોની સંખ્યા એક લાખથી વધીને 75 લાખ થઇ ગયા. કોંગ્રેસી નેતાઓએ આગળ કહ્યું કે મોદીજીએ સંબોધનમાં કહ્યું કે દવા આવવા સિવાય કોરોના ખતમ થવાની કોઇ આશા નથી. સમજ નથી પડતી કે મોદીજી કેટલી વાર એકબીજાથી વિરોધી અસત્ય બોલીને દેશના લોકોને ભ્રમિત કરશે.