PM મોદીના સપનાની બુલેટ ટ્રેનને લાગી શકે છે બ્રેક……

  • બુલેટ ટ્રેન(bullet train) પ્રોજેક્ટમાં આવી નવી અડચણ
  • જાપાને ઈન્કમટેક્સ પર ઉઠાવ્યો સવાલ
  • પ્રોજેક્ટના ઈજનેરોના વેતન પર ITનો મામલો

મુંબઈથી અમદાદવાદ વચ્ચેનું અંતર ઓછું કરવા માટે દોડનારી બુલેટ ટ્રેનના(bullet train) પ્રોજેક્ટમાં નવી અડચણ આવી છે. જમીન સંપાદન અને પર્યાવરણ સાથે જોડાયેલી ચિંતાઓને દૂર કર્યા બાદ હવે ઈન્કમટેક્સનો મામલો ઉભો થઈ ગયો છે.

જાપાને આ પ્રોજેક્ટમાં લાગેલા પોતાના એન્જિનિયરોની કમાણી પર લાગનારા ઈન્કમટેક્સને લઈને સવાલો ઉઠાવ્યા છે. જાપાને કહ્યું છે કે આ ટેક્સ બુલેટ ટ્રેન(bullet train) પ્રોજેક્ટ્સની ડિઝાઈન સાથે જોડાયેલા કામ સંભાળી રહેલા કન્સલ્ટન્ટ્સ પર લાગવો જોઈએ નહીં.

જાપાને કહ્યુ છે કે ભારત સરકારે આ કન્સલ્ટન્સ્ટને મળનારી ફી અને અન્ય ખર્ચાઓ પર ઈન્કમટેક્સ લગાવવો જોઈએ નહીં. એટલું જ નહીં આ મુદ્દાના વણઉકેલ્યા રહેવાની સ્થિતિમાં યોજનામાં વિલંબને લઈને પણ ચેતવણી આપી છે. જાપાનની સરકારે ભારતના ઈન્કમટેક્સ એક્ટની ક્લોઝ 8, 8એ અને 8બી તથા કલમ 10ના ક્લોઝ 9ને લઈને વાંધો વ્યક્ત કર્યો છે. આ યોજનામાં જાપાને ભારત સરકારને લોન પણ આપી છે. જાપાનનો તર્ક છે કે તેની જ ગ્રાંટથી આગળ વધી રહેલી યોજનામાં કાર્યરત જાપાની નાગરિકોની આવક પર ઈન્કમટેક્સ લાગવો જોઈએ નહીં.

હકીકતમાં આ પ્રોજેક્ટ માટે જાપાન તરફથી ભારત સરકારને લોન પણ આપવામાં આવી છે. તેના પર જાપાનની દલીલ છે કે તેની પોતાની ગ્રાન્ટમાંથી તૈયાર થનારા પ્રોજેક્ટમાં કામ કરતા જાપાની કર્મચારીઓની આવક પર આવકવેરો ન લગાવવો જોઈએ. નોંધનીય છે કે બુલેટ ટ્રેન(bullet train) પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો મુદ્દો પણ બન્યો હતો અને સરકારના તમામ પ્રયાસો બાદ તેના પર કામ આગળ વધ્યું છે.