અમદાવાદ, ગુજરાતમાં પહેલી અને બીજી મેના રોજ વડાપ્રધાનની મુલાકાત પહેલા અને સાતમી મેના રોજ લોક્સભા ચૂંટણી પહેલા શસ્ત્રો નો જંગી જથ્થો ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. ગુજરાત એટીએસે શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપ્યો હતો. શોના મોટા જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાનો હતો તે જાણવા એટીએસ તપાસ કરી રહી છે. શસ્ત્રો ક્યાંથી લાવવામાં આવ્યા તે જાણવા એટેસે ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સાતમી મેના રોજ લોક્સભાની ૨૬ બેઠકો માટે મતદાન છે અને વડાપ્રધાન મોદીની પહેલી અને બીજી મેના રોજની મુલાકાત પહેલા શસ્ત્રો નો જંગી જથ્થો પકડાયો છે. તેના લીધે પોલીસ ચોંકી ઉઠી છે અને તેણે આ કિસ્સાની સઘન તપાસ આદરી દીધી છે. આગામી સમયમાં આ તપાસમાં રાષ્ટ્રીય એજન્સીઓ પણ જોડાય તો આશ્ર્ચર્ય નહીં થાય. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ૨૬ બેઠકોની પ્રચાર માટે ગુજરાતમાં આવવાના છે. તેના પૂર્વે જ શસ્ત્રો નો જંગી જથ્થો આ રીતે પકડાવ્યો તેણે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની સાથે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓને પણ દોડતી કરી દીધી છે.
આ મામલે એનઆઇએ પણ સક્રિય થઈ ગઈ હોવાનું સૂત્રો જાણવા મળે છે. આરોપી રાજ્યમાં કયા પ્રકારના કૃત્યોને અંજામ આપવા માંગતો હતો. શસ્ત્રો ના આટલા મોટા જંગી જથ્થાની શસ્ત્રો ના માટે જરૂર પડી. ગુજરાતમાં આ જથ્થો ક્યાંથી આવ્યો તેની સઘન તપાસ આરંભી દેવાઈ છે. કેન્દ્રીય એજન્સીઓએ પણ ગુજરાત પોલીસનો સંપર્ક સાધેલો છે.