- મોદી અમદાવાદ પહોંચ્યા,હીરાબાની તબિયત સુધારા પરં, ૨૦૧૬માં પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અમદાવાદ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. પીએમ મોદીના માતા ૧૦૦ વર્ષના છે. મોદી ગુજરાતમાં આવે ત્યારે માતાને મળવા માટે અચૂક જાય છે. જો કે તેમની તબિયત સારી અને સુધારા પર હોવાનું સામે આવ્યું છે.સવારે સામાન્ય બલ્ડપ્રેશરની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને પણ અકસ્માત નડ્યો હતો. આજે હીરાબાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સાંભળી પીએમ મોદી તાત્કાલિક ગુજરાત આવવા રવાના થયા હતા અને તેઓ અમદાવાદ પહોંચી ગયા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુ એન હોસ્પિટલમાં પહોંચ્યા હતાં અને તેમણે ડોકટરો સાથે ચર્ચા કરી હતી અને માતાની તબિયત અંગે પુછપરછ કરી હતી વડાપ્રધાને માતાની સારવાર અંગેની જાણકારી માંગી હતી. હોસ્પિટલ તરફથી આ માહિતી બુલેટિન બહાર પાડીને આપવામાં આવ્યું છે તેમાં જણાવાયુ છે કે હીરાબાની તબિયત સ્થિર અને સુધારા પર છે. હદયરોગના નિષ્ણાંતો અને કિડની લીવરના નિષ્ણાંતોની છ તબીબોેની ટીમ હીરાબાના આરોગ્યની દેખરેખ કરી રહ્યાં છે. હાલમાં હીરાબાની તબિયર સ્થિર હોવાનું હોસ્પિટલે જણાવ્યું હતું.
બીજી તરફ હીરાબાના ખબર અંતર પૂછવા માટે અનેક નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતાં મોદીના માતૃશ્રીના ખબર અંતર પૂછવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પહોંચ્યા હતાં અહીં તેઓ એક કલાક ઉપરાંત રોકાયા હતાં અને તેમણે ડોકટરો સાથે વાતચીત કરી હીરાબાની તબિયત અંગે ડોકટરો પાસે પુછપરછ કરી હતી હોસ્પિટલમાં હીરીબાની સાથે મોદીના પરિવારના સભ્યો હાજર હતાં. પંકજમોદી અને સોમાભાઇ મોદી પણ હાજર હતાં આ ઉપરાંત આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવી, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી, ધારાસભ્ય દર્શના વાઘેલા, કૌશિક વ્યાસ મુખ્ય સચિવ પંકજ કુમાર ઉપરાંત ભાજપના નેતાઓ હોદ્દેદારો સાંસદ સભ્યો ધારાસભ્યો મંત્રીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતાં. પહોંચ્યા હતાં.તો બીજી તરફ, રાહુલ ગાંધીએ પણ હીરાબા વિશે ટ્વીટ કરી કે, એક માતા અને દીકરાની વચ્ચેનો પ્રેમ અનંત અને અનમોલ છે. મોદીજી, આ કપરા સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા કરુ છું કે, તમારા માતાજી જલ્દીમાં જલ્દી સાજા થઈ જાય. પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કરી કે, પ્રધાનમંત્રી મોદીના માતાના અસ્વસ્થ થવાના સમાચાર પ્રાપ્ત થયા. આ ઘડીમાં અમે સૌ એમની સાથે છીએ. હું ઈશ્ર્વરને પ્રાર્થના કરું છું કે તેઓ જલ્દીથી સ્વસ્થ થાય. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કરી કે, વડાપ્રધાન શ્રીના માતૃશ્રી પૂ.હીરાબા અસ્વસ્થ હોવાના સમાચાર મળ્યા. પૂ.હીરાબા ઝડપથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે તેવી ઈશ્ર્વરને પ્રાર્થના.આ ઉપરાંત દેશભરમાં પણ ભાજપના કાર્યકરોએ હીરાબાની તબિયત સારી થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.આ પહેલાં ૨૦૧૬માં નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત લથડી હતી. તેમને ૧૦૮ બોલાવી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. એટલું જ નહિ, હોસ્પિટલના જનરલ વાર્ડમાં તેમની તપાસ સામાન્ય દર્દીઓની જેમ જ થઈ હતી. તેમને ૧૦૮માં તેના કર્મચારીઓ સ્ટ્રેચર પર સૂવડાવીને હોસ્પિટલ લઈ ગયા હતા અને જનરલ વોર્ડમાં જ દાખલ કરાયાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા ૧૮ જૂને ૧૦૦ વર્ષનાં થયાં હતાં. તેમનો જન્મ ૧૮ જૂન ૧૯૨૩ના રોજ થયો હતો. વડાપ્રધાન મોદી ૧૮ જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળ્યા હતા અને મા સાથે ૪૫ મીનિટ બેઠા હતા.
હીરાબા એ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના બાળકોને ઉછેર્યા. પીએમ મોદી પણ પોતાની માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરવાનું ક્યારેય ભૂલતા નથી. સપ્ટેમ્બર ૨૦૧૫માં જ્યારે પીએમ મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ સાથે ટાઉનહોલ સેશન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ તેમની માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમના પિતાજી હવે આ દુનિયામાં રહ્યા નથી. પરંતુ પોતાના છ બાળકોને ઉછેરવા અને ખવડાવવા માટે મારી માતા અન્યના ઘરમાં વાસણો સાફ કરતી હતી, પાણી ભરવાનું કામ કરતી હતી.એ યાદ રહે કે કર્ણાટકમાં મંગળવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો હતો. કારમાં પ્રહલાદ મોદી સહિત તેમના પુત્ર મેહુલ મોદી, પુત્રવધૂ જીનલ મોદી અને પૌત્ર મહાર્થ મોદી સહિત ૫ લોકો સવાર હતા. દરેક વ્યક્તિ ઘાયલ થયા છે.