વડાપ્રધાન મોદીનેે ૧૦ વર્ષમાં કેટલી નોકરીઓ આપી તે વાત જણાવી જોઇએ,તેજસ્વી યાદવ

પટણા, લોક્સભા ચૂંટણીના જંગમાં દરરોજ રાજકીય નિવેદનબાજી ચાલી રહી છે. આ શ્રેણીમાં બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ફરી એકવાર ભાજપ પર નિશાન સાયું છે.પટના એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતી વખતે તેજસ્વી યાદવે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ ક્યારેય કામ અને મુદ્દાઓ પર વાત કરતા નથી. ચાર બાબતો અસંભવ છે, પ્રથમ – સૂર્ય પશ્ર્ચિમમાંથી ઉગતો, બીજો – રણમાં માછીમારી, ત્રીજું – આકાશમાં ઉગતા વૃક્ષો અને ચોથું – ભાજપના લોકો સાથે કામ કરવાની વાત.

તેમણે કહ્યું કે ભાજપ જણાવે કે વડાપ્રધાન મોદીએ ૧૦ વર્ષમાં કેટલી નોકરીઓ આપી. અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ થઈ રહ્યા છે, આવું કેમ? દેશની અર્થવ્યવસ્થા કેમ બગડી રહી છે અને પડી ભાંગી રહી છે? તેઓ ક્યારેય શિક્ષણ અને દવા વિશે વાત કરતા નથી. બીજેપી પર પોતાના પ્રહારોને વધુ તીવ્ર બનાવતા તેમણે કહ્યું કે તેઓ હિંદુઓ, મંદિરો-મસ્જિદો, પાકિસ્તાન, કાશ્મીર… વિશે અહીં અને ત્યાં વાત કરે છે. ભાજપના લોકોએ દેશના ખેડૂતો અને યુવાનોના કલ્યાણની વાત કરી નથી.

વડાપ્રધાન મોદીના રોડ શો પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે પીએમ મોદી એર શો કરે કે રોડ શો, અમે જોબ શો કરીશું. ત્રણ તબક્કાની ચૂંટણી થઈ છે, તેમાં ભાજપની સ્થિતિ ખરાબ છે, હજુ ૪ તબક્કા બાકી છે. ભાજપની સ્થિતિ તંગ, ચૂંટણી પરિણામ ચોંકાવનારા આવશે. ભાજપને સત્તા પરથી હટાવવા માટે લોકો તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ મેના રોજ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ શો કરશે.

તમને જણાવી દઈએ કે લોક્સભા ચૂંટણીના જોરદાર પ્રચાર વચ્ચે તેજસ્વી યાદવની તબિયત બગડવાના સમાચાર સામે આવ્યા હતા. તેની પીઠનો દુખાવો વધી રહ્યો છે. પરીક્ષા અને સારવાર માટે તેઓ સોમવારે મોડી રાત્રે પટનાની આઇજીઆઇએમએસ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, તેમને કાર દ્વારા વ્હીલચેરમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.