વડાપ્રધાન મોદીએ ઓરિસ્સાને ૮૦૦૦ કરોડના પ્રૉજેક્ટની ભેટ આપી, વંદે ભારતને બતાવી લીલી ઝંડી

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઓરિસ્સાને રૂપિયા ૮૦૦૦ કરોડના પ્રૉજેક્ટની ભેટ આપી છે. સાથે જ પુરી-હાવડા વંદે ભારત એક્સપેરસને પણ વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આજે ઓરિસ્સા અને પશ્ર્ચિમ બંગાળના લોકોને વંદે ભારત ટ્રેનની ભેટ મળી રહી છે. વંદે ભારત ટ્રેન આધુનિક ભારત અને આકાંક્ષીય ભારત બન્નેનું પ્રતીક બની રહી છે.

વડાપ્રધાને કહ્યું કે આજે જ્યારે વંદે ભારત એક સ્થળેથી બીજા સ્થળ વચ્ચે પસાર થાય છે તો તેમાં ભારતની હતિ અને ભારતની પ્રગતિ જોવા મળે છે. હવે કોલકાતાથી પૂરી જવું હોય કે પૂરીથી કોલકાતા આ પ્રવાસ માત્ર સાડા છ કલાકનો થઈ ગયો છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે વિકટ વૈશ્ર્વિક પરિસ્થિતિઓમાં પણ પોતાના વિકાસની ગતિ જાળવી રાખી છે. આની પાછળ એક મોટું કારણ છે કે આ વિકાસમાં દરેક રાજ્યની ભાગીદારી છે, દેશ દરેક રાજ્યને સાથે લઈને આગળ વધી રહ્યો છે.

પીએમએ કહ્યું કે આજનું નવું ભારત ટેક્નોલૉજી પણ પોતે બનાવે છે અને નવી સુવિધાઓને પણ ઝડપથી દેશના ખૂણે-ખૂણે પહોંચાડે છે. આ વંદે ભારત ટ્રેન ભારતે પોતાના બળે બનાવી છે. આજે ભારત પોતાના બળે જ 5જી ટેક્નોલોજી વિકસિત કરી તેને દેશના જુદાં-જુદા ક્ષેત્રમાં લઈ જઈ રહ્યું છે.

આ અવસરે તેમણે વડાપ્રધાને ઊમેર્યું કે કોરોના જેવી મહામારીની સ્વદેશી વેક્સિન તૈયાર કરીને પણ વિશ્ર્વને ચોંકાવી દીધા હતા. આ બધા પ્રયત્નોમાં સમાન વાત એ છે કે બધી સુવિધાઓ કોઈ એક શહેર કે રાજ્ય સુધી સીમિત નથી પણ બધા પાસે ઝડરથી પહોંચી રહી છે. અમારી વંદે ભારત ટ્રેનો પણ હવે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી લઈને પશ્ર્ચિમ સુધી દેશની દરેક સીમાને સ્પર્શે છે.

પીએમએ કહ્યું કે છેલ્લા ૮-૯ વર્ષોમાં ઓરિસ્સામાં રેલ પ્રૉજેક્ટના બજેટમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે. ૨૦૧૪ના પહેલા ૧૦ વર્ષોમાં અહીં દર વર્ષે સરેરાશ ૨૦ કિલોમીટરની આસપાસ જ રેલ લાઈનો પાથરવામાં આવતી હતી, જ્યારે ૨૦૨૨-૨૩માં અહીં ૧૨૦ કિમીની આસપાસ નવી રેલ લાઈનો પાથરવામાં આવી છે.