
નવીદિલ્હી,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરઆરઆર ફિલ્મના નાટૂ-નાટૂ ગીતને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ મળવા પર ખુશી વ્યક્ત કરી અને ટીમને અભિનંદન પાઠવ્યા. તમને જણાવી દઈએ કે લૉસ એન્જેલસમાં ૮૦માં ગોલ્ડન ગ્લોબ અવૉર્ડમાં ભારતમાંથી સાઉથની ફિલ્મ આરઆરઆરએ ઈતિહાસ રચી દીધો છે. નાટૂ-નાટૂ ગીતને બેસ્ટ ઑરિજિનલ કેટેગરીમાં વિનર જાહેર કરવામાં આવ્યુ છે.
આ જીત પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, ’એક ખૂબ જ ખાસ ઉપલબ્ધિ! હું સમગ્ર આરઆરઆર ટીમને અભિનંદન પાઠવુ છુ. આ પ્રતિષ્ઠિત સમ્માને દરેક ભારતીયને ખૂબ જ ગૌરવાન્વિત કર્યા છે.’
બૉલિવુડમાંથી પણ આરઆરઆરને અઢળક શુભકામનાઓ મળી રહી છે. બૉલિવુડના સુપર સ્ટાર શાહરુખ કાને પણ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી. તેમણે લખ્યુ, ’સર હજુ હાલ જ ઉઠ્યા અને ગોલ્ડન ગ્લોબ્સમાં તમારી જીતની ઉજવણી મનાવતા નાટૂ-નાટૂ પર નાચવાનુ શરુ કરી દીધુ. હજુ ઘણા બીજા અવૉર્ડ આવવાના છે અને ભારતને પ્રાઉડ કરાવવાનુ છે.’
તમને જણાવી દઈએ કે બેસ્ટ ઓરિજિનલ સૉગ કેટેગરીમાં અન્ય અમુક ગીતો નોમિનેટ થયા હતા, જેમાં ટેઈલ શિટનુ વેર ધ ક્રાઉડેડ્સ સિંગ, સિયાઓ પાપાના ટોરોનો પિનોચિઓ, લેડી ગાગાનુ હોલ્ડ માય હેન્ડનો સમાવેશ થાય છે. આરઆરઆર ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણે સ્વતંત્રતા સેનાનીની ભૂમિકા ભજવી હતી.