વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં આવેલી અંબિકા ચાર રસ્તા પાસેની નિશાન વિદ્યાલયમાં મતદાન કર્યું. તેઓ વહેલી સવારે જ મતદાન મથકે પહોંચી ગયા હતા. જ્યા પીએમ મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી છે.મોદીએ ૧૧ સેકેન્ડ માટે મતદાન કેન્દ્રમાં કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી હતી.
બીજી તરફ પીએમ મોદીએ મતદાન પહેલા સોમાભાઈ મોદીના ચરણસ્પર્શ કર્યા હતા. આ તરફ મતદાન કરવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓળખકાર્ડને બરાબર ચકાસ્યા બાદ જ ચૂંટણી અધિકારીએ આગળની પ્રોસેસ કરી હતી અને વડાપ્રધાને પોતાનો મત આપ્યો હતો.
મોદીએ મતદાન કર્યા પહેલા એક દીકરીને ઓટોગ્રાફ આપ્યો હતો. જેનું નામ સિયા પટેલે છે. આ દીકરીએ મોદીનું પોટ્રેટ બનાવ્યું હતું જેના પર તેમણે ઓટોગ્રાફ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન એક નાનકડી છોકરીને પણ મળ્યા હતા અને તેને વહાલ કર્યું હતું. ત્યાર બાદ પોતાનો મત આપ્યો હતો.