જોધપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના જોધપુરની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમણે ઉજ્જવલા સિલિન્ડર ૧૦૦ રૂપિયા સસ્તું કર્યું અને સિલિન્ડર નવી કિંમત ૬૦૦ રૂપિયાની જાહેરાત કરી.વડાપ્રધાન મોદીએગુરુવારે રાજસ્થાનના જોધપુરમાં આશરે રૂ. ૫,૦૦૦ કરોડની કિંમતની અનેક યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. રાજસ્થાનમાં ૮૦ થી વધુ રેલ્વે સ્ટેશનો વિક્સાવવામાં આવી રહ્યા છે. PM મોદીએ કહ્યુ કે ‘હું રેલવે સ્ટેશનને એરપોર્ટ કરતાં સારું બનાવીશ.’
વડા પ્રધાન મોદીએ રાજસ્થાનમાં બે નવી ટ્રેન સેવાઓનું ઉદ્ઘાટન કર્યુ હતું, જે પહેલી ટ્રેન રૂનિચા એક્સપ્રેસ છે, આ ટ્રેન જેસલમેરથી દિલ્હીને જોડતી ટ્રેન છે,બીજી હેરિટેજ ટ્રેન શરૂ કરવામાં આવી છે જે મારવાડ જંકશનને ખંબલી ઘાટથી જોડે છે.ટ્રેન સેવાઓ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બે રેલવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું.
આ પ્રોજેક્ટ્સમાં ૧૪૫ કિલોમીટર લાંબી ‘દેગાના-રાય કા બાગ’ રેલ લાઇન અને ૫૮ કિલોમીટર લાંબી ‘દેગાના-કુચમન સિટી’ રેલ લાઇનને બમણી કરવાનો સમાવેશ થાય છે. આ રેલ લાઈનોને બમણી કરવાથી રેલ નેટવર્કની ક્ષમતામાં વધારો થશે અને પ્રદેશમાં પરિવહન કાર્યક્ષમતામાં સુધારો થશે.
વડાપ્રધાને અનેક મહત્વપૂર્ણ હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું. જોધપુરમાં એમ્સ ખાતે ૩૫૦ બેડનું ટ્રોમા સેન્ટર અને ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક બનાવવા માટે ઉદ્ઘાટન કર્યું હતું. આ સુવિધા અદ્યતન ક્રિટિકલ કેર સેવાઓ પ્રદાન કરશે અને પ્રદેશમાં આરોગ્ય સંભાળના સુધારણામાં યોગદાન આપશે.