વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સર્વશ્રેષ્ઠ નેતા છે : જોન ચેંબર્સ

વોશિગ્ટન, અમેરિકાના પૂર્વ ટેક દિગ્ગજ જોન ચેંબર્સે કહ્યું કે, હું વડાપ્રધાન મોદીનો ખૂબ મોટો ફેન છું. મને લાગે છે કે, તેઓ દુનિયાના સર્વક્ષેષ્ઠ નેતા છે.મારી ઈચ્છા છે કે અમારી પાસે અમેરિકામાં પણ આવી એક વ્યક્તિ હોય. અમારી પાસે કોઈપણ આવા રાજનીતિક નેતા નથી. જેને ૫૦ ટકા અપ્રૂવલ રેટિંગ મળી હોય. જ્યારે પીએમ મોદીને ૭૫ ટકા અપ્રૂવલ રેટિંગ મળી ચુકી છે.

ચેમ્બર્સના લોકોએ વિશ્ર્વાસ મેળવવાની પીએમ મોદીની ક્ષમતાનો હવાલો આપતા કહ્યું કે અમેરિકી નેતાઓની સાથે સારા સંબંધો બનાવવા તેમની પ્રશંસા કરો. તેમને કહ્યું કે જો તમે નેતા અંગે વિચારતા હોવ તો આ તેમના ટ્રેક રેકોર્ડ અંગે છે. આ તેમના સંબંધો અને ભરોસા અંગે છે. તેમને અમારા તમામ રાજનીતિક નેતાઓની સાથે સારા સંબંધ બનાવ્યા છે. લોકો તેમની પર ભરોસો કરે છે.

વર્ષ-૨૦૨૨માં ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય સંબંધોની ૭૫મી વર્ષગાંઠ મનાવી હતી. બંને દેશો વૈશ્ર્વિક રાજનીતિક ભાગીદારીનો આનંદ લઈ રહ્યા છે. જે માનવ પ્રયાસના લગભગ તમામ ક્ષેત્રોને કવર કરે છે. આ લોક્તાંત્રિક મૂલ્યો અને અલગ-અલગ મુદ્દાઓ લોકોથી લોકોને સંપર્કથી પ્રેરિત કરે છે.

આ અગાઉ ડિસેમ્બરમાં યુએસઆઈએસપીએફના અધ્યક્ષ અને સીઈઓ મુકેશ આગ્હીએ કહ્યું કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઈડેનના પ્રવાસ દરમિયાન કૂટનીતિક અને એક મજબૂત રણનીતિક રોડ-મેપ તૈયાર કરાયો છે. સ્વચ્છ ઊર્જા, શિક્ષણ, અવકાશ સહયોગ, ડ્રોન ટેક્નોલૉજી, એઆઈના ક્ષેત્રમાં નવી પહેલ કરાઈ. તેમને જણાવ્યું કે ભારતમાં જીઈએફ-૪૧૪ જેટ એન્જિનના નિર્માણની સાથે આને એલિટ ગૃપમાં રખાયું છે.

ગયા વર્ષ જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. રાષ્ટ્રપતિ જો બાઈડેને તેમને આ પ્રવાસ માટે આમંત્રણ પાઠવ્યું હતું. વ્હાઈટ હાઉસમાં ડિનર પહેલા પીએમ મોદીએ અમેરિકી સાંસદોને સંબોધન કર્યું હતું. ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ભારતની અયક્ષતામાં જી-૨૦ શિખર સંમેલનમાં હાજર થવા ભારત આવ્યા હતા.