વડાપ્રધાન મોદી ભારતીય દેશભક્ત છે અને તેઓ હિન્દુત્વને ગંભીરતાથી લે છે,ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમ

સિડની, ગ્લોબલ સમિટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમ ટોની એબોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. ટોની એબોર્ટે પોતાના સંબોધનમાં એક શાનદાર વાત કરી હતી. તેમણે પહેલાતો ફ્રીડમ હાઉસ અને બીજુ પશ્ર્ચિમના સંસ્થાઓ દ્વારા ભારતને ઓછું લોક્તાંત્રિક કહેવા પર નારાજગી વ્યક્ત કરી હતી અને પછી તેમણે કહ્યું કે શક્ય છે કે તેઓ આ કહે છે કારણ કે તેઓ વડા પ્રધાન મોદીને હિન્દુ રાષ્ટ્રવાદી તરીકે જુએ છે, પરંતુ હું માનું છું કે વડાપ્રધાન મોદી ભારતીય દેશભક્ત છે અને તેઓ હિન્દુત્વને ગંભીરતાથી લે છે.

ટોની એબોર્ટે પશ્ર્ચિમના થિંકટૈક પર નિશાન સાધતા કહ્યું કે, ભારતના લોક્તંત્રને સમજવું સરળ નથી. એબોર્ટે કહ્યું ભારત આવનારા સમયમાં સુપરપાવર બનશે. તેમાં કોઈ શંકા નથી. ભારત હંમેશા આ ગ્લોબલ સાઉથના નેતા રહ્યા છે અને ક્યારે પણ આક્રમક રહ્યા નથી. ભારત ગુટ-નિરપેક્ષ આંદોલનમાં રહ્યા અને ગરીબ દેશોના અધિકારો માટે લડ્યા હતા.એબોટે નાટો અને ક્વાડ વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો હતો અને કહ્યું હતું કે ક્વાડ ‘ફાઇવ આઇઝ’ જેવું છે અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે આ સંકલ્પનામાં સામેલ હતા. અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી

એક ખાનગી ટીવીના ગ્લોબલ સમિટના આજે બીજી દિવસે ટીવીના સીઈઓ અને એમડી વરુણ દાસના સ્વાગત ભાષણની સાથે થઈ હતી. ગ્લોબલ સમિટનું આ બીજું એડિશન છે. આજે રાજનીતિના દિગ્ગજ સંબોધનનો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય વિદેશ પ્રધાન એસ જયશંકર આજે પોતાની વાત રાખશે. સાથે રેલવે, આઈટી અને કોમ્યુનિકેશન મામલે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવ અને મહિલા બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની પણ આજ કાર્યક્રમમાં પોતાની વાત રાખનાર છે.