અમદાવાદ,આવતીકાલે તા.૧૨ મેના રોજ પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર ખાતે પહોંચશે. જ્યાં મહત્ત્મા મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાંધીનગર ખાતે PM મોદીના આવતીકાલના કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે. મહાત્મા મંદિરમાં કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. કાર્યક્રમ સ્થળની બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. PM મોદી આવતીકાલના પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન આપણાં ત્યાં ૨૪૫૨ કરોડના વિકાસકાર્યોની શરૂઆત કરાવશે. આ સાથે જ પીએમ મોદી આવતીકાલે ૧૯૪૬ કરોડના ૪૨,૪૪૧ આવાસનું લોકાર્પણ-ખાત મુહૂર્ત કરશે.
પીએમ મોદીનો ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ-
પ્રધાનમંત્રી ૧૨મેના રોજ સવારે ૧૦ વાગે અમદાવાદ એરપોર્ટ આવશે.
૧૧ વાગે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં ગિફ્ટ સિટી ખાતે હાજરી આપશે.
૧૨ વાગે મહાત્મા મંદિરમાં અમૃત અવાસોત્સવમાં હાજરી આપશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૧૯૪૬ કરોડના ૪૨ હજારથી વધુ આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહ પ્રવેશના કાર્યક્રમમાં હાજરી.
શહેરી વિસ્તારમાં ૭૧૧૩ આવાસોનું અને ગ્રામીણ વિસ્તારમાં ૧૨,૦૦૦ આવાસોનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી.
મહાત્મા મંદિરથી પ્રધાનમંત્રી રાજભવન જશે.
રાજભવનમાં ૧.૩૦ થી ૨.૩૦ સુધી રોકાણ કરશે પ્રધાનમંત્રી મોદી.
પ્રધાનમંત્રી રાજભવનમાં PM , સંગઠનના પદાધિકારીઓ તથા સરકારના મુખ્ય સચિવ સહિત અધિકારો સાથે કરશે બેઠક.
પ્રધાનમંત્રી મોદી બપોરે ૩ વાગે ગિફ્ટ સિટી જશે.
ગિફ્ટ સીટીમાં વિવિધ કંપનીના CEO તથા વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે કરશે બેઠક.
પીએમ ૫ વાગે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે.
પ્રધાનમંત્રી મોદી ૧૨મેના રોજ ગાંધીનગરમાં યોજાનાર ૩ કાર્યક્રમમાં હાજરી આપશે.