- બાંદીપુર ટાઇગર રિઝર્વમાં ખુલ્લી જીપમાં ફર્યા.
બેંગ્લોર,વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોજેક્ટ ટાઈગરના ૫૦ વર્ષ પૂરા થવાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મૈસૂર પહોંચ્યા હતા. હેટ, ટી-શર્ટ અને ટ્રાઉઝરમાં પીએમ મોદીનો લુક બદલાઈ ગયો છે. તેઓ ખુલ્લી જીપમાં બાંદીપુર ટાઈગર રિઝર્વની આસપાસ પણ ગયા હતા. પીએમ તમિલનાડુની સરહદે આવેલા મુદુમલાઈ નેશનલ પાર્કની મુલાકાત લેશે અને થેપ્પકાડુ એલિફન્ટ કેમ્પની પણ મુલાકાત લેશે. આ એલિફન્ટ પાર્કનું મુખ્ય આકર્ષણ હાથી રઘુ છે. ઓસ્કાર વિજેતા ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સ રઘુ અને તેના કીપર પર આધારિત છે. તેને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.
મોદી બાંદીપુરમાં ’પ્રોજેક્ટ ટાઇગર’ના ૫૦ વર્ષ પૂરા થવા પર એક મેગા ઇવેન્ટમાં તેઓ વાઘને લગતા લેટેસ્ટ આંકડાઓ જાહેર કરશે. આ સાથે અમૃત કાળ અને ઈન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ દરમિયાન વાઘને બચાવવા માટે સરકારના વિઝનને પણ લોન્ચ કરવામાં આવશે. આ પ્રસંગે સ્મારક સાથે જોડાયેલો એક સિક્કો પણ બહાર પાડવામાં આવશે.
વડાપ્રધાન મોદી ચામરાજનગર જિલ્લામાં સ્થિત બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લેશે. જ્યાં તેઓ સવારે વાઘના સંરક્ષણ માટે કામ કરતા ફ્રન્ટલાઈન ફિલ્ડ સ્ટાફ અને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ સાથે વાતચીત કરશે. મોદી ટાઈગર રિઝર્વના ફિલ્ડ ડિરેક્ટરોને પણ મળશે. ત્યાર બાદ, વડા પ્રધાન મુદુમલાઈ ટાઈગર રિઝર્વ પાસે આવેલા થેપ્પકાડુ હાથી કેમ્પની પણ મુલાકાત લેશે અને માહુતો અને ’કાવડીઓ’ સાથે વાર્તાલાપ કરશે.
૨૦૧૯માં, પીએમ મોદીએ વૈશ્ર્વિક નેતાઓ સાથે એશિયામાં પ્રાણીઓના શિકાર અને ગેરકાયદેસર વેપારને રોકવા માટે પહેલ કરી હતી. વડાપ્રધાનના આ જ સંદેશને આગળ વધારવા માટે આઇબીસીઓ શરૂ કરવામાં આવી રહી છે.
વન વિભાગના એડિશનલ ડાયરેક્ટર એસપી યાદવે જણાવ્યું હતું કે ટેક્નોલોજી અને સુરક્ષા વ્યવસ્થાના કારણે વાઘનો શિકાર ઘણી હદ સુધી ઘટી ગયો છે. પરંતુ હજુ પણ તેમના માટે ઘણા જોખમો છે. સ્થાપના સમયે, ૧૮,૨૭૮ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા અભયારણ્યમાં ૯ વાઘ હતા. હવે ૭૫,૦૦૦ ચોરસ કિમી (જે દેશના ભૌગોલિક વિસ્તારના લગભગ ૨.૪% છે)માં ફેલાયેલું છે, અનામતની સંખ્યા વધીને ૫૩ વાઘ થઈ ગઈ છે. ભારતમાં લગભગ ૩,૦૦૦ વાઘ છે, જે દુનિયાના જંગલી વાઘની વસ્તીના ૭૦%થી વધારે છે અને આ સંખ્યા દર વર્ષે ૬%ના દરે વધી રહી છે.
૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ પીએમ મોદી છત્તીસગઢ સ્થાપના દિવસ પર નયા રાયપુર ગયા હતા. અહીં તેમણે એશિયાની સૌથી મોટી માનવ નિમત જંગલ સફારી નંદનવનનું ઉદ્ઘાટન કર્યું. જ્યારે તેઓ સફારી પર ગયા ત્યારે તેમણે પોતે કેમેરો હાથમાં લીધો અને વાઘનો ફોટો પણ ક્લિક કર્યો. આ દરમિયાન સીએમ રમણ સિંહે મોદીનો ફોટો ક્લિક કર્યો હતો, જે વાયરલ થયો હતો.