PM મોદીને બાયડને ગળે લગાવી કર્યું અભિવાદન, G-7 સમિટમાં દેખાઈ મિત્રતા.

  • G-7 મીટિંગમાં હાજરી આપવા માટે જાપાનના હિરોશિમા પહોંચ્યા PM મોદી 
  • G-7 સમિટમાં ભારત અને અમેરિકાની મિત્રતા દેખાઈ 
  • બાયડન PM મોદીને જોતા જ તેમની પાસે પહોંચી ગયા અને ગળે લગાવ્યા
  • PM મોદી પણ બાયડનને એટલી જ ઉષ્મા સાથે ભેટી પડ્યા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે G-7 મીટિંગમાં હાજરી આપવા માટે જાપાનના હિરોશિમા પહોંચ્યા છે. આ દરમિયાન G-7 સમિટમાં ભારત અને અમેરિકાની મિત્રતા દેખાઈ હતી. વાત જાણે એમ છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન પણ આ બેઠકમાં સામેલ થયા છે. બાયડન ત્યાં પહોંચતા જ પીએમ મોદીને જોતા જ તેમની પાસે પહોંચી ગયા અને તેમને ગળે લગાવ્યા. પીએમ પણ તેમને એટલી જ ઉષ્મા સાથે બાયડનને ભેટી પડ્યા હતા. ભલે તેમની મુલાકાત થોડા સમય માટે હતી પરંતુ તેનાથી ચીનની ચિંતા વધી શકે છે. 

G-7 મીટિંગમાં જાપાન અને અમેરિકા ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કેનેડા અને ઈટાલી તેમજ યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ડિજિટલાઈઝેશન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ઉપરાંત કનેક્ટિવિટી, સુરક્ષા, પરમાણુ નિઃશસ્ત્રીકરણ, આર્થિક સુરક્ષા, પ્રાદેશિક મુદ્દાઓ, ક્લાઈમેટ ચેન્જ, ખાદ્ય અને સ્વાસ્થ્ય અને વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.