પ્રોટોકોલ તોડીને હજારોની ભીડમાં રઘુનાથના રથ સુધી પહોંચ્યાં PM મોદી, લીધા આશીર્વાદ

  • પીએમ મોદી પહેલી વાર કુલ્લૂના દશેરા મહોત્સવમાં સામેલ થયા
  • કુલ્લૂના દશેરા મહોત્સવની છે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ
  • મોદીએ સભામાં આવેલા લોકોનું ઉમળકાથી કર્યું સ્વાગત 
  • હજારોની ભીડ ચીરીને રઘુનાથના રથ સુધી પહોંચ્યાં 

હિમાલચના કૂલ્લામાં દર વર્ષે આયોજિત થતા દશેરા મહોત્સવનું અનોખું મહત્વ છે. દેશના પ્રધાનમંત્રી કુલ્લૂ દશેરા મહોત્સવમાં પહેલી વાર સામેલ થયા છે. પીએમ મોદીએ બુધવારે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આયોજિત વિશ્વ પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય દશેરા મહોત્સવમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કુલ્લુ પહોંચેલા વડાપ્રધાન મોદીનું ત્યાં હાજર લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી પ્રોટોકોલ તોડીને હજારોની ભીડ ચીરીને રઘુનાથના રથ સુધી પહોંચ્યાં હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.

51 મિનિટ સુધી રોકાયા પીએમ મોદી
પીએમ મોદીએ ભગવાન રઘુનાથને પ્રણામ કર્યા અને આશીર્વાદ લીધા. હતા. પીએમ મોદી રઘુનાથે સ્ટેજથી 10 મિનિટ દૂર સાત મિનિટ સુધી હાથ જોડીને રથયાત્રા નિહાળી હતી. ભગવાન રઘુનાથ વતી મોદીને બગ્ગા, દુપટ્ટા, માળા અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. રથ મેદાનમાં સેંકડો દેવતાઓ અને હજારો લોકોની ભીડ વચ્ચે પીએમ મોદી મોદી 51 મિનિટ સુધી રોકાયા હતા.