PMએ ઉદ્ધાટન કર્યાના 24 કલાકમાં સિલિંગ પડી ગઈ, મુખ્ય અધિક્ષકે કર્યો આવો લુલો બચાવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.15 જુલાઈના રોજ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લીધી હતી. તેમણે રૂ.1583 કરોડની 284 નાની મોટી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આ પૈકી એક વારણસીમાં BHUમાં રૂ.45 કરોડના ખર્ચે તૈયાર થયેલા MCH વિંગમાં આવેલા માતૃ-શિશુ કેન્દ્રનું ઉદ્ધાઘટ કર્યું હતું. આ ઉદ્ધાટન થયાના 24 કલાકમાં જ MCH વિંગના એક ભાગમાં ફિલ્સ સિલિંગ પડી ગઈ.

જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જોકે, હોસ્પિટલ તંત્ર એવો દાવો કરે છે કે, આ ભાગમાં જે કામ બાકી રહી ગયું હતું એ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. એ દરમિયન સિલિંગ પડી હતી. બનારસ હિન્દુ યનિવર્સિટીની હોસ્પિટલમાં MCH વિંગમાં કેન્દ્રના રૂ.45 કરોડના ખર્ચે નવું સેન્ટર તૈયાર કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ આનું ઉદ્ધાટન કર્યું હતું. એટલું જ નહીં અહીં રહેલા તબીબો સાથે પણ ત્રીજી વેવને લીઈને ચર્ચા વિચારણા કરી. એક જાગૃતિ કાર્યક્રમમાં પણ ભાગ લીધો. વડાપ્રધાનનો કાર્યક્રમ જે હોલમાં યોજાયો હતો એ જ ઈમારતના ઓપીડી સેક્સનની સિલિંગ પડી હતી. આ ઘટના સામે આવતા ત્યાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો. જેના ફોટા સામે આવતા સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થવા લાગ્યા હતા.

હોસ્પિટલ તંત્રએ એવું કહ્યું કે, જે વિષય પર વાત કરવામાં આવે છે એ કોઈ ઘટના કે દુર્ઘટના નથી. પ્રો. કે.કે. ગુપ્તાએ કહ્યું કે, ત્યાં બાકી રહેલું કામ પૂર્ણ કરવાંમાં આવી રહ્યું હતું. એ દરમિયાન સિલિંગ પડી ગઈ હતી. વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન SPG, CCTVની મંજૂરી નથી આપતી. તેથી ઓપીડી એરિયામાંથી CCTVના વાયર કટ કરી દેવામાં આવ્યા. બાકીનું કામ પૂરુ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય એસીના આઉટર અને ફોનના વાયરને પણ સિલિંગ હટાવી પૂરા કરવામાં આવી રહ્યા છે. આ વિંગમાં સોમવારથી ઓપીડીની શરૂઆત થશે.