
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી5 નવેમ્બરે વર્ચ્યુઅલ ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડટેબલની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયથી મળેલી જાણકારી પ્રમાણે આ કેન્દ્રીય વિત્ત મંત્રાલય અને નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ દ્વારા આયોજીત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન વૈશ્વિક સંસ્થાગત નિવેશકો, ભારતીય બિઝનેસમેન લીડર્સ અને ભારત સરકારના ટોપ ડિસિઝન મેકર્સ વચ્ચે વાતચીત થશે. આ કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, રતન ટાટા, નંદન નિલેકણી અને દીપક પારેખ જેવા ટોચના ભારતીય બિઝનેસમેન પણ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી કાર્યાલયના એક નિવેદન પ્રમાણે કેન્દ્રીય વિત્ત મંત્રી, કેન્દ્રીય વિત્ત રાજ્ય મંત્રી, આરબીઆઈ ગર્વનર અને બીજા અધિકારી પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ રાઉન્ડટેબલમાં દુનિયાના 20 સૌથી મોટા પેન્શન અને સોવરેન વેલ્થ ફંડ્સ કુલ 6 ટ્રિલિયન ડોલરની એયૂએમમાં સાથે ભાગ લેશે. આ વૈશ્વિક સંસ્થાગત નિવેશક યૂએસ, યૂરોપ, કેનેડા, કોરિયા, જાપાન, મધ્ય પૂર્વ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપુર સહિત પ્રમુખ સ્થાનોમાંથી છે.
આ કાર્યક્રમમાં આ ફંડ્સના પ્રમુખ નીતિ નિર્માતા જેમ કે સીઈઓ અને સીઆઈઓ ભાગ લેશે. આ નિવેશકોમાં કેટલાક પ્રથમ વખત ભારત સરકાર સાથે વાત કરશે. વૈશ્વિક નિવેશકો સિવાય રાઉન્ડટેબલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, રતન ટાટા, નંદન નિલેકણી અને દીપક પારેખ જેવા ટોચના ભારતીય બિઝનેસમેન પણ ભાગ લેશે.
પીએમઓએ નિવેદનમાં કહ્યું છે કે વીજીઆઈઆર 2020 ભારતના આર્થિક અને નિવેશ દ્રષ્ટિકોણ, સંરચનાત્મક સુધારા અને ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં સરકારના વિઝન વિશે ચર્ચા પર કેન્દ્રિત હશે. આ આયોજન ભારતમાં આંતરરાષ્ટ્રીય નિવેશના વિકાસને વધારે ઝડપી કરવા માટે વૈશ્વિક રોકાણકારો અને ભારતીય વેપારને સાથ જોડવાનો અને વિચાર કરવાનો અવસર પ્રદાન કરશે.