નવીદિલ્હી,
રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હોબાળો થયો હતો. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ CM નરેન્દ્ર મોદીને સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ’હું અહીં ગૃહમાં જે જોઉં છું, લોકો નફરતની વધુ વાતો કરે છે. આપણા સાંસદો માત્ર હિન્દુ-મુસ્લિમની જ વાત કરે છે. શું જ મુદ્દાઓ છે આપણા દેશમાં? અન્ય કોઈ મુદ્દાઓ જ નથી?’
’આજે બધી જગ્યાએ નફરત ફેલાઈ રહી છે. આપણા જ પ્રતિનિધિઓ તેનો પ્રચાર કરી રહ્યા છે. હું વડાપ્રધાનને પૂછું છું કે તમે ચૂપ કેમ બેઠા છો? તમે બધાને ડરાવો છો, નફરત ફેલાવનારાઓને તમે કેમ ડરાવતા નથી? તમારી એક નજર પડશે તો તે સમજી જશે કે તેને ટિકિટ નહીં મળે, અને તે ચૂપ રહેશે. તમે મૌની બાબાની જેમ બેઠા છો, તેથી જ આ સ્થિતિ થઈ છે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ’ક્યાંક ક્રિશ્ર્ચિયનના ધામક સ્થળ પર નજર છે. જો શિડ્યુલ્ડ કાસ્ટ મંદિરે જાય છે, તો તેઓ તેને મારે છે, ત્યાં તેમને કોઈ સાંભળતું નથી. હિંદુઓ અનુસૂચિત જાતિ માને છે, તો કેમ તેઓ તેમને મંદિરમાં પ્રવેશવા દેતા નથી. મંત્રીઓ તેમના ઘરે જઈને ભોજન કર્યા પછી ફોટા શેર કરે છે. જ્યારે ધર્મ એક છે તો તમે તેને મંદિરમાં જવા માટે કેમ મંજૂરી આપતા નથી. એક રીતે તો તેઓ પણ અમને નફરત કરે જ છે. ધર્મ-જાતિ-ભાષાના નામે નફરત કરે છે. નફરત છોડી દો અને ભારતને એક કરો. રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને કહ્યું હતું કે હિન્દુ હોય કે મુસ્લિમ, રાજા હોય કે ખેડૂત… દરેકનું સન્માન કરવું જોઈએ.’
રાહુલ ગાંધીએ મંગળવારે લોક્સભામાં પૂછ્યા હતા. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે ૨૦૧૪માં એક જાદુ શરૂ થયો હતો અને અદાણી અમીરોની યાદીમાં ૬૦૯માં નંબરથી બીજા નંબર પર આવી ગયા હતા.
ભાજપના સાંસદોએ રાહુલના આરોપો પર નારાજગી વ્યક્ત કરી હતી. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ પણ રાહુલ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. તેમણે આ મામલે લોક્સભા સ્પીકરને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું હતું કે રાહુલે પીએમ પર કોઈપણ તથ્ય વગર આરોપ લગાવ્યા છે. નિસિકાંત દુબેએ વધુમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીની સામે ગૃહની અવમાનના બદલ કાર્યવાહી થવી જોઈએ.