- પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત.
નડીયાદ,પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવેલ છે. આથી, જે લાભાર્થીઓને 15મો હપ્તો મળેલ ન હોય તો 15 મો હપ્તો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઇ-કેવાયસી ફરજીયાત કરાવી લેવાનું રહેશે. સરકાર દ્વારા તા.12 થી 21 ફેબ્રુઆરી, 2024 દરમ્યાન કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે 10-દિવસીય રાષ્ટ્રવ્યાપી eKYC માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જેનું ઈ-કેવાયસી બાકી છે તેવા લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ/નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે.