
- “ભાજપ કર્ણાટકની ગરિમા અને સંસ્કૃતિને કોઈ નુક્સાન થવા દેશે નહીં.
બેંગ્લુરુ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાના વચન માટે મુખ્ય હરીફ પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે આને કોંગ્રેસ દ્વારા ભગવાન હનુમાનની પૂજા કરનારાઓને તાળાબંધી કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસે પહેલા ભગવાન રામને તાળા માર્યા અને હવે તે ’જય બજરંગ બલી’ ના નારા લગાવનારાઓને તાળા મારવા માંગે છે. વિપક્ષી પાર્ટીએ ૧૦ મેની વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યાના કલાકોમાં જ કોંગ્રેસ પર પીએમ મોદીનો હુમલો આવ્યો.
કોંગ્રેસના ઢંઢેરામાં જણાવાયું છે કે, “અમે માનીએ છીએ કે કાયદો અને બંધારણ પવિત્ર છે. કોઈપણ વ્યક્તિ કે બજરંગ દળ, પીએફઆઈ અને અન્ય સંગઠનો જે નફરત અને દુશ્મનાવટ ફેલાવે છે, પછી તે બહુમતી કે લઘુમતી વચ્ચે હોય, કાયદા અને બંધારણનું ઉલ્લંઘન કરી શકે નહીં. અમે કાયદા હેઠળ આવી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવા સહિત નિર્ણાયક પગલાં લઈશું. જુઓ, આજે જ્યારે હું અહીં હનુમાનજીને પ્રણામ કરવા આવ્યો છું, તે જ સમયે કોંગ્રેસ પાર્ટીએ તેના ઢંઢેરામાં બજરંગબલીને તાળા મારવાનું નક્કી કર્યું છે.
તેમણે કહ્યું, “પહેલા શ્રી રામને બંધ કરવામાં આવ્યા હતા અને હવે તેમણે જય બજરંગબલીનો નારા લગાવનારાઓને તાળાબંધી કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ દેશની કમનસીબી છે કે કોંગ્રેસ પાર્ટીને ભગવાન શ્રી રામ સાથે પણ સમસ્યાઓ હતી અને હવે જય બજરંગબલીનો નારા લગાવનારાઓ સાથે સમસ્યા થઈ રહી છે.ભગવાન હનુમાનના ચરણોમાં માથું નમાવીને તેઓ આ વ્રતની પૂત માટે પ્રાર્થના કરે છે. મોદીએ કહ્યું, “ભાજપ કર્ણાટકની ગરિમા અને સંસ્કૃતિને કોઈ નુક્સાન થવા દેશે નહીં. ભાજપ કર્ણાટકના વિકાસ માટે, અહીંના લોકોને આધુનિક સુવિધાઓ આપવા… નવી તકો આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે વિજયનગર રાજવંશ અને તેનો ઇતિહાસ ભારતનું ગૌરવ છે. વિજયનગર રાજવંશના ભવ્ય શાસકના નામનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે શ્રી કૃષ્ણદેવરાયે પોતાના સંસાધનો વડે આ પ્રદેશને અમર બનાવ્યો હતો અને વિવિધ દેશો સાથેના વેપાર સંબંધોને મજબૂત કર્યા હતા અને કર્ણાટકની સંસ્કૃતિને વિશ્ર્વભરમાં પ્રખ્યાત કરી હતી.