વડાપ્રધાન છેલ્લા ૧૦ વર્ષની અઘોષિત ઈમરજન્સીને ભૂલી ગયા છે,કોંગ્રેસ અધ્યક્ષ ખડગે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.વડાપ્રધાને આજેતેની ૫૦મી વર્ષગાંઠના એક દિવસ પહેલા ઇમરજન્સીની જાહેરાતને ભારતીય લોકશાહી પર કાળા ડાઘ તરીકે વર્ણવી હતી. તમને જણાવી દઈએ કે ૧૮મી લોક્સભાના પહેલા સત્ર પહેલા મીડિયાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આવતીકાલે ૨૫મી જૂન છે. ૨૫મી જૂને ભારતના લોક્તંત્ર પર લાગેલા કલંકની ૫૦મી વર્ષગાંઠ છે.

પીએમે વધુમાં કહ્યું કે, ભારતની નવી પેઢી ક્યારેય ભૂલી શકશે નહીં કે ભારતના બંધારણને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યું હતું, બંધારણના દરેક ભાગના ટુકડા કરવામાં આવ્યા હતા, દેશને જેલમાં ફેરવી દેવામાં આવ્યો હતો, લોકશાહીને સંપૂર્ણ રીતે દબાવી દેવામાં આવી હતી. આપણા બંધારણની સુરક્ષા, આપણી લોક્તાંત્રિક પરંપરાઓ, ભારતના લોકો પ્રતિજ્ઞા લેશે કે ભારતમાં જે ૫૦ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું તે કરવાની કોઈ હિંમત નહીં કરે.

કોંગ્રેસ અયક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તમે ઈમરજન્સીની યાદ અપાવી રહ્યા છો, પરંતુ તેઓ છેલ્લા ૧૦ વર્ષની અઘોષિત ઈમરજન્સીને ભૂલી ગયા છે, જેને લોકોએ ખતમ કરી દીધી હતી. તમને જણાવી દઈએ કે ખડગે અન્ય વિપક્ષી નેતાઓ સાથે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે આ વાત કહી.

કોંગ્રેસ અયક્ષ ખડગેએ કહ્યું, તમે અમને ૫૦ વર્ષ જૂની ઈમરજન્સીની યાદ અપાવી રહ્યા છો, પરંતુ છેલ્લા ૧૦ વર્ષની અઘોષિત ઈમરજન્સીને ભૂલી ગયા છો, જેને જનતાએ ખતમ કરી દીધી હતી. લોકોએ મોદીજી વિરુદ્ધ જનાદેશ આપ્યો છે. આમ છતાં જો તેઓ વડાપ્રધાન બની ગયા છે તો તેમણે કામ કરવું જોઈએ. ખડગેએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં આગળ કહ્યું, વિપક્ષ અને ભારત જનબંધન સંસદમાં સર્વસંમતિ ઈચ્છે છે, અમે ગૃહમાં, રસ્તા પર અને બધાની સામે લોકોનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશું.