પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ),પંચમહાલ: કાચા મકાનમાં અનેક સમસ્યાઓનો સામનો કર્યો,આવાસ યોજના હેઠળ 1.20 લાખની સહાય મળતા પાકું મકાન બનાવ્યું-લાભાર્થી સતિષકુમાર રાવલ

ગોધરા, અન્ન અને વસ્ત્રની પ્રાથમિક જરૂરિયાત પૂરી થયા બાદ દરેક વ્યક્તિનું સપનું એક ઘર મેળવવાનું હોય છે. દેશના દરેક નાગરિકને પાયાની સુવિધાઓ ધરાવતા પાકા મકાનની સુવિધા ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના છેવાડાના નાગરિકો માટે આશિર્વાદ સમાન બની રહી છે.

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના લાડપુર ગામના લાભાર્થી સતિષકુમાર ગણપતરામ રાવલને વર્ષ 2022-23 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નો લાભ મળ્યો અને તેમને રહેવા માટે પાકી છત મળી. તેઓ જણાવી રહ્યા છે કે, પહેલા તેમના કાચા મકાનમાં તેમણે અને તેમના પરિવારે અનેક સમસ્યાઓનો સામનો કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.20 લાખ રૂપિયાનો લાભ મળતા તેમણે સુવિધાઓ વાળું પાકું ઘર બનાવ્યું છે. તેઓ સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરે છે.