વડાપ્રધાન અને મુુુુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કર્યા બાદ ગુજરાતના નાગરિકોને રથયાત્રાની શુભેચ્છાઓની સાથે કચ્છી ભાઈ- બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે અમદાવાદની રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા છે. ભગવાન ચાલીને નગરયાત્રા કરે ત્યારે નાગરિકોના દુખ દૂર થાય છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથના દર્શનથી સૌ લોકોને સુખ અને શાંતિનો અનુભવ કરાવે છે. આજે અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવુ વર્ષ શરુ થાય છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છી ભાઈ- બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, મૂંજેં વલેં કચ્છી ભા,ભેણેંકે અષાઢી બીજ કચ્છી નયેં વરેંજે ઓચ્છવ ટાણે ધિલસેં વધાઇયું ડીયાંતો, પાંજે કચ્છજી ભોમકા અને કચ્છીએંજી સદાય ચડ઼તી થીએ, કચ્છમેં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાયમ રે અને કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે એડ઼ી કચ્છજી કુળદેવી મા આશાપુરા વટે અરધાસ કરીયાંતો.

એ યાદ કગે તે સમગ્ર સૌરાષ્ટ્રમાં કચ્છ જ એકમાત્ર એવો પ્રદેશ છે જ્યાં વિશિષ્ટ ભાતીગળ પરંપરાનો ઇતિહાસ ધરબાયો છે. તેની નવા વર્ષની ઉજવણી પણ ખુબજ વિશિષ્ટ છે. કચ્છીમાંડુઓનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થાય છે. કચ્છીમાં એક દૂહો વારંવાર બોલવામાં આવે છે ગગન ગાજે ને મોરલા બોલે મથેં ચમકે વીજ હલો પાંજે કચ્છડે મેં આવઈ અષાઢી બીજ. આજથી શરૂ થતા નવવર્ષના પ્રસંગે કચ્છી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

એ યાદ રહે કે લાખો ફુલાણી પૃથ્વીનો છેડો શોધવા નીકળી પડ્યો અંતે ૬ મહિનાની શોધખોળ બાદ અષાઢી બીજના દિવસે તે પરત ફર્યો અને તેણે આ દિવસને કચ્છીઓનું નવું વર્ષ તરીકે જાહેર કર્યુ ત્યારથી અષાઢી બીજની ઉજવણી કચ્છમાં નવવર્ષ તરીકે કરવામાં આવે છે.

ઇતિહાસમાં મળતી જાણકારી મુજબ કચ્છની સ્થાપના સંવત ૧૬૦૫માં માગસર સુદ-પાંચમના દિવસે કરવામાં આવી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. આજથી શરૂ થતા કચ્છી નવવર્ષના રોજ કચ્છી માડૂંઓ નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને ઘરને પરંપરાગત રીતે શણગાર્યા હતાં