મહીસાગર, વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઘર આંગણે સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો આપવા આવી રહી છે. ત્યારે છેવાડાના માનવીઓ યોજનાની માહિતી મેળવી લાભ લઈ રહ્યા છે અને અનેક લોકોને મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી લાભનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના તાંતરોલી ગામના લાભાર્થી ઉજમાભાઈ પટેલિયા જણાવે છે કે, હું અને મારૂ પરિવાર પેહલા કાચા મકાનમાં વસવાટ કરતાં હતા. કાચું મકાન હોવાથી વરસાદમાં અમારા ઘરમાં છાપરા પરથી પાણી પડવાની સમસ્યા હતી. જેનાથી અમે ખૂબ જ પરેશાન હતા. ત્યારબાદ અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો અને આ લાભ થકી અમે પાકું મકાન બનાવ્યું અને પાકું મકાન બનતા અમારી સમસ્યા દૂર થઈ. હવે હું મારા પરિવાર સાથે સુખ શાંતિથી રહી શકું છું. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવા બદલ હું પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું.